નવી દિલ્હી : દેશના 8 રાજ્યોની 19 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી માટે આજે (19 જૂન) મતદાન યોજાયું હતું. મધ્યપ્રદેશમાં આજે ત્રણ બેઠકો માટે મતદાન થયું, તે દરમિયાન, આજે બપોરે વિશેષ નજારો જોવા મળ્યો હતો. કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો કે જેઓ કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, તેઓ મત આપવા માટે PPE કીટ પહેરીને પહોંચ્યા હતા.
આજે સવારથી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કરી રહ્યા છે. પરંતુ બપોરે એક વાગ્યાની આસપાસ કોંગ્રેસના ધારાસભ્ય કૃણાલ ચૌધરી મત આપવા માટે પીપીઈ કિટ પહેરીને વિધાનસભા ભવનમાં પહોંચ્યા હતા. ધારાસભ્ય થોડા દિવસ પહેલા કોરોના વાયરસ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કોઈપણ વ્યક્તિ કે જે કોરોના ચેપગ્રસ્ત છે અથવા કોરોનાના લક્ષણો ધરાવે છે, તેણે સુરક્ષિત રહેવું પડે છે અને પોતાને અલગ રાખવું પડે છે. પરંતુ મતદાનને કારણે ધારાસભ્ય તમામ સાવચેતી રાખીને અહીં પહોંચ્યા હતા.
જ્યારે ધારાસભ્ય પોતાનો મત આપ્યા બાદ પરત ફર્યા ત્યારે સમગ્ર વિસ્તારની સ્વચ્છતા કરવામાં આવી હતી. મતદાનના વિસ્તારો અને સમગ્ર મુખ્ય દ્વારની સફાઇ કરવામાં આવી હતી જેથી બીજા કોઈને ચેપ ન લાગે.