ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ઘરમાં લોકસભાની ચૂંટણીના ઉલક્ષ્યમાં ધમાધમી ચાલી રહી છે. જાડેજાની પત્ની રીવાબા ભાજપમાં જોડાયા બાદ તેના ઘરમાંથી વધુ બે જણા રાજકારણના મેદાનમાં ઝંપલાવે તેવી શક્યતા જોવા મળી રહી છે.
કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા મુજબ રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા આજે હાર્દિક પટેલની હાજરીમાં જામનગર ખાતેના સંમેલનમાં કોંગ્રેસમાં જોડાશે. નૈનાબા ઉપરાંત રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્વસિંહ જાડેજા પણ કોંગ્રેસમાં જોડવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને યુવા નેતા હાર્દિક પટેલની જામનગરમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલને કોંગ્રેસે સ્ટાર પ્રચારક બનાવ્યા બાદ હેલિકોપ્ટરની સુવિધા પણ આપાવામાં આવી છે. હાર્દિક પટેલ હેલિકોપ્ટર મારફત અમદાવાદથી રાજકોટ આવશે અને ત્યાંથી સભાના સ્થળે પહોંચશે.