કોટામાં 17 વર્ષની વિદ્યાર્થિની એ આત્મહત્યા કરી છે આત્મહત્યાનો વિડીયો પણ વાયરલ થયો છે આ ઘટના કોઈ પણ નું હૃદય કંપાવી શકે તેવી છે . રૂંવાડાં ઊભો કરી દેતો આ વીડિયો શનિવારે CCTV કેમેરામાં એ સમયે રેકોર્ડ થયો છે જ્યારે વિદ્યાર્થિનીએ પોતાની હોસ્ટેલના 5મા માળેથી છલાંગ લગાવી દીધી હતી સામે આવેલા CCTV ફૂટેજમાં વિદ્યાર્થિનીના પિતા, હોસ્ટેલ-સંચાલક અને બહાર ઊભેલા લોકોએ વિદ્યાર્થિનીને નીચે ઊતરી જવા માટે મનાવતા રહ્યા.તેને સીડીઓથી નીચે આવી જવા માટે આજીજી કરતા રહ્યા વિનંતી કરવા છતાં તે માની જ નહિ અને ન બનવાનું બની ગયું.ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થિની બાલ્કનીમાં ઊભી રહીને નીચે કૂદવાનો પ્રયાસ કરી રહી હતી ત્ચારે તેને બચાવવા માટે તેના પિતા હોસ્ટેલની અંદર દોડ્યા. પિતાને આવતા જોઈને તેને 5મા માળેથી છલાંગ લગાવી દીધી. નીચે પણ કેટલાક લોકો ઊભા હતા, પરંતુ વિદ્યાર્થિનીને બચાવી ન શક્યા. વિદ્યાર્થિનીના હાથ-પગ અને માથાને ભાગે ગંભીર ઈજા થતા તેનું ત્યાં જ મોત થયું હતું જમીન પર પડતાં જ 45 સેકન્ડમાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું.
વિદ્યાર્થિની શિખા વારંવાર કોઈની સાથે ફોન પર વાત કરતી હતી. અભ્યાસમાં નબળી હોવાને કારણે તેના પિતા તેનાથી નારાજ હતા. આ કારણે જ પિતા શુક્રવારે તેને પાછી ઘરે લઈ જવા માટે આવ્યા હતા.
વિદ્યાર્થિની કોટામાંથી જવા નોહતી માગતી . શનિવારે સવારે પિતાએ બિહાર જવા માટે સામાન પેક કર્યો. દીકરીએ એક બેગ અને અડધો સામાન હોસ્ટલેમાં જ રાખવાનું કહ્યું હતું. પિતાએ ઈનકાર કરી દીધો અને બધો જ સામાન લઈ જવાની વાત કરી. શનિવારે સવારે 9.30 વાગ્યે પિતા સામાન પેક કરીને હોસ્ટેલના રૂમમાંથી નીચે આવ્યા. નીચે આવીને તેઓ હોસ્ટેલના સંચાલકની સાથે ચા પીવા લાગ્યા. આ દરમિયાન શિખા દોડીને હોસ્ટેલના પાંચમા માળે પહોંચી ગઈ .બાલ્કનીમાં જઈને કૂદવાની તૈયારી કરી લીધી. આ દૃશ્યો જોઈને હોસ્ટેલની બહાર ભીડ ભેગી થઈ ગઈ. તેના પિતા અને હોસ્ટેલના સંચાલક પણ દોડતા બહાર આવ્યા અને તેને આવું ના કરવા વિનંતી કરવા લાગ્યા .નીચેથી જ દીકરીને સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યા અને કોઈ એવું પગલું ન ભરવાનું કહેતા રહ્યા. આ દરમિયાન જ દીકરીને બચાવવા પિતા હોસ્ટેલની અંદર દોડ્યા. પિતાને અંદર આવતા જોઈને દીકરીએ 60 ફૂટ ઉપરથી છલાંગ લગાવી દીધી. મૃતકના વિદ્યાર્થિની શિખાના પિતા સર્વેશ યાદવ ટીચર છે. તેમને કયારેય નોહ્તું વિચાર્યું કે તેમની પુત્રી આવું પગલું ભરશે તેઓ બિહારના મધેપુરામાં રહે છે. તેમનાં બે બાળકોમાં શિખા નાની હતી. શિખાની માતા બીમાર છે. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહને લઈને તેના પરિવારના લોકો બિહાર જવા રવાના થયા.