રાજસ્થાનના રણની સરખામણીએ ગીરમાં ઓછા ખર્ચ સાથે થઈ શકે છે વૈભવી લગ્ન, ત્રણ વર્ષ પહેલાં પાંચ લગ્ન થયા હતા,હવે વધીને 40 થાય છેઓછો ખર્ચ અને સારા ફૂડના આયોજનના કારણે લગ્ન આયોજીત કરનારા ગીર તરફ વળ્યા.
ગીર હોટેલ એસોસીએશન પ્રમુખ તરફથી સૂચના છે કે:લગ્ન ભલે થાય, પણ વાઇલ્ડલાઇફને નુકસાન ન થાય એ જોવું જરૂરી.જંગલની વનરાજીની ભવ્ય જગ્યામાં વૈભવી લગ્ન કરવાનો ટ્રેન્ડ હવે ગુજરાતમાં વધ્યો છે. જંગલના આહલાદક વાતાવરણની વચ્ચે સાસણગીર એક નવા જ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ઉભર્યુ છે. સાસણગીરમાં યોજાતાં લગ્ન આહલાદક વાતાવરણ અને પ્રમાણમાં થોડા ઓછા ખર્ચામાં થાય છે.એટલું જ નહીં રાજસ્થાનમાં કરોડોનો ખર્ચા સાથે લગ્ન કરનારા હવે રાજસ્થાનને બદલે ગીરને વધુ પસંદ કરે છે.
રાજસ્થાનને બદલે હવે ગીરમાં લગ્ન આયોજિત થાય છે.
રાજસ્થાનનનાં રણ અને વિવિધ સ્થળોએ હોટલ હોવાને કારણે બેન્કવેટ હોલની સુવિધાઓને કારણે ગુજરાતીઓ મોટાં અને મધ્યમ બજેટ ધરાવતાં લગ્નો કરવા ત્યાં જતા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. રાજસ્થાન જનારા ગુજરાતી પરિવાર લગ્ન માટે ગીરની પસંદગી કરતા થયા છે. એમાં તેમને રાજસ્થાન કરતાં ગુજરાતના ફુડની પસંદગી ઘણી સારી મળે છે, સાથે ગીરના જંગલના વાતારવરણનો કોઇ વિકલ્પ નથી,એની સામે રાજસ્થાનમાં તો ખૂબ ગરમી કે ખૂબ ઠંડી જ મળે છે.