રાજકોટ નજીક આટકોટ પાસે આરોપીને ઝડપી પાડવા ગયેલી પોલીસ પર હુમલો થયો હતો. જો કે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા એક શખ્સ ઘવાયો છે. કલમ 307 એટલે કે હત્યાના પ્રયાસના આરોપીને ઝડપી પાડવા પોલીસ પહોંચી હતી. તે સમયે 30થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો.
એક શખ્સ ધારીયું લઈને PSI સામે દોડી આવ્યો હતો અને તેના ઉપર હુમલો કરતા PSI ઘવાયા હતા, ત્યારબાદ PSIએ હુમલો કરનારના પગમાં ફાયરિંગ કરી તેને અટકાવ્યા હતો. ઘાયલ પોલીસકર્મી અને પોલીસ ફાયરિંગનો ભોગ બનનાર વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.