૬પ કિલો સામગ્રીનો નાશ, નમૂના લેવાયા : કલર, આજીનો મોટો મળ્યો. નામ બડે દર્શન ખોટે સમાન બનાવમાં રાજકોટમાં ધ ગ્રાન્ડ ઠાકર, હોટલ પ્લેટીનમ, હોટલ ભાભા સહિત ૧ર હોટલો પર મહાપાલિકાએ દરોડો પાડી અખાદ્ય ચીજો મળી આવતાં નમૂના લઈ નોટિસ ફટકારી હતી.
મનપાના ફૂડ ખાતાના ચેકિંગમાં જવાહર રોડ પર ધ ગ્રાન્ડ ઠાકરમાં પ્રીપેડ ફૂડમાં પ્રતિબંધિત કલર અને આજીનો મોટો (એમએસજી) નો ઉપયોગ કરાતો હોવાનું જણાયું હતુ. ફ્રિજ તેમજ કોલ્ડ રૂમની સફાઈ, પેરીશેબલ વાસી પડતર ખાદ્ય ચીજોનો સંગ્રહ, કિચનના ભોંતળીયાની સફાઈ તથા હાઈજીનીક કંડિશન અંગે નોટિસ ફટકારવામાં આવી હતી. અહીં પનીર ટીકા, પાસ્તા નુડલ્સ, કાપેલા બાફેલા શાકભાજી, કલાઈ કોફતા, સેમી ફડ પનીર, રોટી/થેપલા, સેમી કુકડ બટર, રંગોળી પાસ્તા લસણીયા, એમએસજી, કલરની ડબ્બ, મકાઈ, ઢોસા ચટણી, મીઠી ચટણી તથા મંચ્યુરીયન સહિત ૩૦ કિલો અખાદ્ય ચીજો મળી આવતા નાશ કરાયો હતો.
આજ વિસ્તારમાં હોટલ પ્લેટીનમમાં કિચનમાં કામ કરનાર સ્ટાફના વ્યક્તિગત આરોગ્ય, ફિટનેશ સર્ટી રજૂ કરવા, ફ્રીજમાં બિનજરૂરી સગ્રહ કરેલ વાસી પડતર ચીજોનો નાશ કરવા નોટિસ સાથે ૧૯.પ કિલો અખાદ્ય ચીજોનો નાશ કરાયો હતો. હોટલ ભાભામાં કિચનમાં મચ્છર જાળી નંખાવવી, કર્મચારીના મેડિકલ સર્ટી રજૂ કરવા તથા શાકભાજીના શોર્ટીંગ અંગે નોટિસ તથા ૩ કિલો અખાદ્ય ચીજોનો નાશ, હોટ એન્ડ મોર રેસ્ટોરન્ટમાં હાઈજીન બાબતે નોટિસ તથા ૧૩ કિલો અખાદ્ય ચીજોનો નાશ કરાયો હતો.
કસ્તુરબા રોડ પર સરગમ ફૂડમાં ટગીંગ કરવા, બેચલર્સ કીચનમાં ફૂડ લાયસન્સ માટે અરજી કરવા તથા સ્ટાફના આરોગ્ય-ફિટનેસ સર્ટી રજૂ કરવા, ફ્રેન્ડસ ઢોસા સેન્ટરમાં સ્ટાફના સર્ટી રજૂ કરવા તાકીદ કરતી નોટિસ ફટકારી હતી. ઉપરાંત ટેમ્પટેશન, લોર્ડસ બેન્સકવેટ, રાજસ્થાન કુલ્ફી, ૪ સિઝન્સ રેસ્ટોરન્ટ તથા સહજાનંદ રેસ્ટોરન્ટ-ચૌધરી હાઈસ્કૂલ પાસે ખાતે ચકાસણી કરવામાં આવી હતી.
૩ હોટલમાંથી ચટણી, શાકનો નમૂનો લેવાયા
હોટલ પ્લેટીનમમાંથી ગ્રીન ચટણી, ધ ગ્રાન્ડ ઠાકરમાંથી કબાબ ચટણી તથા હોટલ ભાભામાંથી રીંગણા બટેટાનું શાકનો નમૂનો લઈ વડોદરા ખાતે સરકારી ફૂડ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યો હતો.