ચીક્કાર દારૂ ભરેલી કાર ધડાકાભેર ટ્રકમાં અથડાઈ, હાઇવે પર બોટલોની મચી લૂંટ
રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર એક અકસ્માત થતા ફરીથી દારૂબંધીના ધજાગરા ઉડી ગયા છે. અકસ્માતમાં એક કારનો કચ્ચરઘાણ વળી ગયો. જોકે, આ કારની તપાસ કરવામાં આવતા અંદર દારૂ ભરેલો હતો. લોકોએ કારમાંથી દારૂની લૂંટ મચાવતા વરવા દૃશ્યો સામે આવ્યા હતા.
રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર જેતપુરના ગુંદાળા ગામ પાસે કાલે બપોરે એક કારનો અકસ્માત થયો હતો. અકસ્માત થતા GJ 03DG7119 કારનો ચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. જોકે, લોકો અન્ય કોઈ ઇજાગ્રસ્ત છે કે નહીં એવું ચકાસવા જતા કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ પહોંચે તે પહેલાં જ રાહદારીઓએ બેશરમ બની અને કારમાંથી દારૂની લૂંટ મચાવી હતી. લોકો હાથમાં આવી એટલી બોટલો લઈને જતા હોય તેવા વાઇરલ વીડિયો પણ કેદ થયા હતા. દારૂની લૂંટના પગલે હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી.
હજુ બે દિવસ પહેલાં જ કેશોદ-જૂનાગઢ હાઇવે પર દીવ-જૂનાગઢ બસમાંથી દારૂના 8 થેલા ભરેલા મળી આવ્યા હતા. 215 બોટલ દારૂ પકડાવાની આ ઘટના જૂની નથી ત્યાં વળી એકવાર કારમાંથી દારૂ મળ્યો છે. શું દારૂબંધીનો કાયદો ફક્ત કાગળ પર છે તેવા પ્રશ્નો ઉભા થાય છે
Video