રાજકોટમાં રહી રહીને જાગેલી કોંગ્રસે શહેરના ખરાબ રસ્તાને લઈને આજે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જોકે પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી છે. બીજી તરફ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમા કાર્યકરોનો સ્થાનિકોનો સાથ મળ્યો છે. રાજકોટમાં રૂપિયા 51 કરોડના રસ્તાઓ વરસાદ બાદ મગરની પીઠ જેવા બની ગયા છે.
સોસાયટીઓમાં રસ્તાની બિસ્માર હાલત જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસે સત્તાધારી પક્ષને સદબુદ્ધી મળે તે માટે યજ્ઞ કરવાનું આયોજન કર્યુ હતુ. જોકે વોર્ડ નંબર 18માં હેલમેટ પહેરીને યજ્ઞ કરીને કોંગ્રેસે ચક્કાજામ કર્યો હતો. જેના કારણે પોલીસે ટીંગાટોળી કરી કોંગી કાર્યકરોની અટકાયત કરી.