રાજકોટમાં વધુ એક દુષ્કર્મનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં મુંજકા નજીક રહેતી મહિલાના પુત્રને અભ્યાસમાં મદદરૂપ થવાના બહાને પરિચય કેળવી મૂળ લખનઉના અને હાલ રાજકોટ રહેતા મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ માતા-પુત્ર બંનેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મહિલાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ મુંજકા નજીક વસાહતમાં ભાડે મકાન રાખીને રહેતી મહિલાએ મૂળ લખનઉના અને હાલ રાજકોટ સ્થાયી થયેલા દીપેશ મિશ્રા નામના શખ્સો સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી અને મહિલાઓ વચ્ચે પરિચય હતો અને તેને મહિલાના પુત્રને અભ્યાસમાં મદદરૂપ થવાના બહાને વિશ્વાસમાં લઈને દોઢેક માસ પૂર્વે મહિલા ના ઘેર રોકાયો હતો અને તે દરમિયાન દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.