છેડતી નો વિરોધ કરનાર લાચાર તરૂણી ના માતાપિતા અને ભાઈ ની જાહેર માં ગુંડાઓ એ કરી ધોલાઈ. રાજકોટ માં બિહાર જેવા દ્રશ્યો વારંવાર બની રહ્યા છે અને પોલીસ નો કોઈને જરાપણ ડર રહ્યો નથી અને ગુંડા તત્વો બેફામ બની જાહેર માં શો બાજી કરી વટ પાડી રહ્યા છે જેનાથી રાજકોટમાં સારા ઘર ના પરિવારો બહાર નિકળતા ડરી રહ્યા છે આવા જ પ્રકાર ના વધુ એક બનાવ માં અહીં ના ક્રિસ્ટલ મોલ માં પરિવાર સાથે મુવી જોવા આવેલી તરૂણી ની કેટલાક ગુંડાઓ એ જાહેર માં છેડતી કરી હતી. બાળકી ના માતપિતા એ વિરોધ કરતા 20 જણા ના ટોળાં દ્વારા માતા, પિતા અને ભાઈ ને ઢોર માર મારવામાં આવતા ભારે અફડાતફડી મચી ગઇ બતી ઘટના ના દ્રષ્યો CCTV માં કેદ થઈ જવા પામ્યા છે ,બનાવ અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ બાળકી ના પિતાએ ફરિયાદ આપી છે જેના આધારેપોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે અનેક્રિસ્ટલ મોલ અને હોસ્ટેલ પાસે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ બનાવ થી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને લોકો ની સલામતી માટેના સવાલો ઉભા થયા છે.
પોલીસે આ ઘટના અંગે સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી.
Sunday, May 19