ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ રાજકીય પાર્ટીઓ તરફથી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે, તેવા માહોલમાં ‘ સત્ય ડે’ ન્યૂઝ પરથી દરરોજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની વિધાનસભા બેઠકો વિશેની સચોટ અને વિસ્તૃત માહિતી મેળવીશું.
(70) રાજકોટ શહેર દક્ષિણ વિધાનસભા બેઠક
રાજકોટના હાર્દ સમાન ગણાતા આ વિસ્તારની નવી સિમારેખામાં ભૂપેન્દ્ર રોડ, આશાપુરા મંદિર, લક્ષ્મીવાડી હવેલી જેવા વિસ્તારોની સમાવેશ થાય છે, આ વિસ્તારની આજુબાજુના અનેક ઇમિટેશન જ્વેલરી મેન્યુંફેકચરિંગ યુનિટો આવેલા છે, જે એશિયાનું સૌથી મોટું જ્વેલરી હબ માનવામાં આવે છે.
રાજકોટ દક્ષિણ બેઠકનો ઈતિહાસ
રાજકોટની આ બેઠક ભાજપ માટે ખૂબ જ મહત્વની બેઠક રહી છે, દેશમાં જનસંઘની સ્થાપના થઇ ત્યારબાદ ગુજરાતમાં એક માત્ર આ બેઠક પર ચીમનલાલ શુક્લએ જીત મેળવી હતી, ભારતીય જનતા પાર્ટીના પાયામાં જનસંઘ રહેલું છે.
જનસંઘના ખાતામાં ગયેલી આ સીટ બાદ ભારતીય જનતા પાર્ટીની દબદબો રહ્યો છે, છેલ્લે 1990 માં કોંગ્રેસ નેતા અન રાજ્યના પૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજા ચુંટાયા હતા, જે બાદ 1998 થી અત્યાર સુધી આ બેઠક પર ભાજપ વિજેતા થયું આવ્યું છે.
શું છે અહીંના પ્રશ્નો / સમસ્યાઓ
રાજકોટ શહેરના અન્ય વિસ્તારોની જેમ આ વિસ્તારમાં પણ પાણીનો પ્રશ્ન વર્ષોથી લોકોને પરેશાન કરી રહ્યો છે, આ ઉપરાંત ભૂગર્ભ ગટરો, ટાઉન પ્લાનિંગ, ટ્રાફિકની સમસ્યા, ઉપરાંત વેપારીઓને મૂંઝવતા પ્રશ્નો જેવા મુદ્દાઓ હંમેશા ઉભરાતા આવ્યા છે.
રાજકોટ દક્ષિણ બેઠક પર જ્ઞાતિઓનું ગણિત
રાજકોટ દક્ષિણ બેઠક પર જ્ઞાતિગત સમિકરણ પર નજર કરીએ તો, અહી લેઉવા પટેલ અને કોળી પટેલ મતદારોનો દબદબો છે. ત્યારબાદ બ્રાહ્મણ, ભરવાડ, કડિયા અને રાજપુત મતદાતાઓનો નંબર આવે છે.
આ વિસ્તારમાં લગભગ 30 ટકા જેટલા લેઉઆ પટેલ મતદારોનો દબદબો રહ્યો છે.
આગામી ચુંટણીમાં આ સીટ પરની રાજકીય પરિસ્થિતિ
ગયા વખતની ચુંટણીમાં ભાજપે આ સીટ પર ગોવિંદભાઈ પટેલને ઉમેદવાર તરીકે મૂક્યા હતાં,
આ સીટ પર હાલ દાવેદારોનું લાંબુ લિસ્ટ મળી રહે છે.
ભાજપના સંભવિત ઉમેદવારોમાં ધનસુખ ભંડેરી (લેઉઆ પટેલ, વલ્લભ દૂધાત્રા (લેઉઆ પટેલ), હાલમાં રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, શહેર ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, પૂર્વ મેયર ઉદય કાનગડ તેમજ રમેશભાઈ ટીલાળા સહિત અનેક નેતાઓ મજબૂત દાવેદારીમાં માનવામાં આવે છે.
જ્યારે રાજકોટ કોંગ્રેસ માટે આ બેઠક લગભગ દરેક ચુંટણીઓમાં શિથિલતાભરી જોવામાં આવે છે.
© SatyaDay Daily.