Inflation: રિટેલ ફુગાવો ડિસેમ્બરમાં ચાર મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. સરકારી આંકડા અનુસાર ડિસેમ્બરમાં છૂટક ફુગાવાનો દર 5.69 ટકા રહ્યો હતો. નવેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર 5.5 ટકા હતો. ઓક્ટોબરમાં ફુગાવો 4.87 ટકા હતો.
ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી દર ચાર મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. સરકારી આંકડા અનુસાર ડિસેમ્બરમાં છૂટક ફુગાવાનો દર 5.69 ટકા રહ્યો હતો. નવેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર 5.5 ટકા હતો. ઓક્ટોબરમાં ફુગાવો 4.87 ટકા હતો. સતત ચોથા મહિને મોંઘવારી વધવાને કારણે RBIનું ટેન્શન વધી શકે છે. આગામી સમયમાં મોંઘવારી પર અંકુશ મેળવવા માટે આરબીઆઈ રેપો રેટમાં વધારો કરી શકે છે. જો કે, મોંઘવારી દર આરબીઆઈના આંકડા કરતા નીચે રહે છે. પરંતુ આવનારા સમયમાં જોવાનું એ રહે છે કે RBI મોંઘવારી અંગે શું પગલાં લે છે?
ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર નવેમ્બર મહિનામાં વધીને 8.7 ટકા થયો હતો જે ઓક્ટોબરમાં 6.61 ટકા અને ગયા વર્ષે નવેમ્બરમાં 4.67 ટકા હતો.
ગ્રાહક ભાવ સૂચકાંકમાં ખાદ્ય પદાર્થોનો હિસ્સો લગભગ 50 ટકા છે. મસાલાનો ફુગાવો વાર્ષિક ધોરણે 21.55 ટકા વધ્યો છે. આ સિવાય કઠોળ અને તેની પેદાશોની મોંઘવારી 20.23 ટકા, શાકભાજીની 17.7 ટકા અને ફળોની 10.95 ટકા વધી છે. વાર્ષિક ધોરણે અનાજ અને તેના ઉત્પાદનોનો ફુગાવો 10.27 ટકા રહ્યો છે. જોકે, તેલ અને ચરબીના છૂટક ભાવમાં 15 ટકાનો ઘટાડો થયો છે.