સાબરકાંઠા જિલ્લામાં સોમવારે આવેલા રીપોર્ટ મુજબ નવા ૮ કોરોનાના કેસ સામે આવ્યા. જેમાં હિંમતનગર તાલુકાના તેજપુરા ગામમાં ૭૦ વર્ષીય વૃધ્ધા, હિંમતનગર શહેરમાં હરિઓમ સોસાયટીમાં ૫૨ વર્ષીય મહિલા, ગોપાલ કુંજ સોસાયટીમાં ૪૩ વર્ષીય પુરુષ, ગોલ્ડન પાર્ક સોસાયટીમાં ૪૨ વર્ષીય પુરુષ, પોલો ગ્રાઉન્ડમાં ૭૪ વર્ષીય વૃદ્ધ, પ્રાંતિજ તાલુકાના ઘડકણ ગામમાં ૫૮ વર્ષીય પુરુષ, વિજયનગર શહેરમાં ૩૫ વર્ષીય મહિલા તથા ખેડબ્રહ્મા તાલુકામાં ઊંચી ધનાલ ગામમાં ૩૪ વર્ષીય યુવકનો covid 19 નો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા.
આમ જિલ્લામાં કોરોનાના ૫૩૦ કેસ નોંધાયા જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં ૪૦૬ દર્દી કોરોના મુક્ત થયા છે. જ્યારે ૭ દર્દીઓના દુ:ખદ અવસાન થયા છે. ૧૧૭ દર્દી સારવાર હેઠળ છે.
Friday, May 17