સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના અનવરપુરા પાસે થી દારૂ ભરેલ જઇ રહેલ કાર પલ્ટીખાઇ જતાં દારૂ રસિકો ને ધી કેળા થઇ ગયાં અને લોકો ઠંડાપીણાની બોટલોની જેમ સોવકોઇ લઇ જતા પોલીસ આવતાં ખાલી પુઠા અને ગાડી નો કાટમાળ મળ્યો .
પ્રાંતિજ ના નેશનલ હાઈવે પાસે આવેલ અનવપુરા પાસે થી રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ ફુલ ફાસ્ટ જતી કાર GJ-1-AR 3396 મા વગર પાસ પરમીટે ભરી ને ફુલ ફાસ્ટ જતી કાર અચાનક અનવરપુરા પાસે રોડ ઉપર ત્રણ- ચાર પલ્ટી ખાઇ જતાં કુચડો થઇ બાજુમાં આવેલ ખેતરમાં પડી હતી તો ત્યાથી પ્રસાર થતા લોકો ઠંડા પીણાની બોટલ ની જેમ દારૂ ની બોટલો ઉઠાવી ગયાહતા.
તો પ્રાંતિજ પોલીસ ને સમાચાર મળતા તાત્કાલિક પ્રાંતિજ પી.આઇ.વી.આર. ચાવડા , પીએસાઇ સહિત પોલીસ ટીમ ધટના સ્થળે દોડી આવ્યાં હતા પણ પોલીસ આવે તે પહેલા લોકો કાર માં ભરેલ દારૂ લઈ ને રફુચક્કર થઈ ગયા હતાં તો પોલીસે કુચડો થઇ ગયેલ કાર તથા ખાલી પુઠ્ઠા નો કબજો લઇને આગળ ની કાર્યવાહી હાથધરી હતી .