સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે આવેલ ધી પ્રાંતિજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધ ના ચેરમેન – વાઈસ ચેરમેન માટે ની ચુંટણી યોજાઇ હતી જેમાં ચેરમેન વાઇસ ચેરમેન માટે માત્ર એક એક ઉમેદવારી ફોર્મ ભરતાં ચુંટણી અધિકારી દ્વારા ચેરમેન- વાઇસ ચેરમેન ને બીન જાહેર કરવામાં આવ્યાં હતાં .
પ્રાંતિજ ધી પ્રાંતિજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધ ખાતે આજે ચેરમેન અને વાઇસ ચેરમેન ના અડીવર્ષ પુર્ણ થતાં અડી વર્ષ માટે નવા ચેરમેન ને લઈને ચુંટણી યોજાઇ હતી જેમાં પ્રાંતિજ- તલોદ ના પ્રાંન્ત અધિકારી એ.આર.ચૌધરી ઉપસ્થિત રહીને ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ ના ઉમેદવાર માટે માત્ર એક-એક જ ઉમેદવારી ફોર્મ ફરાતા અન્ય કોઇ ઉમેદવાર ના હોવાથી વિજય જાહેર કરવામાં આવ્યાં હતાં જેમાં ચેરમેન તરીકે પટેલ જીતેન્દ્ર કુમાર ચીમનભાઇ તથા વાઇસ ચેરમેન તરીકે પટેલ જગદીશભાઇ જીવાભાઇ ને પ્રાંન્ત અધિકારી દ્વારા વિજય જાહેર કરવામાં આવ્યાં હતાં નવા ચેરમેન પદે પટેલ જીતેન્દ્ર કુમાર ચીમનલાલ તથા વાઇસ ચેરમેન પદે પટેલ જગદીશભાઇ જીવાભાઈ જાહેર થતા સાથી સભ્યો દ્વારા ફુલહાર પહેરાવી ને સન્માન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે સાબરકાંઠા બેંક ના ચેરમેન મહેશભાઇ અમીચંદભાઇ પટેલ , સહકારી આગેવાન નરેન્દ્રભાઈ પટેલ , બીપીનભાઈ પટેલ , કાળુસિંહ રાઠોડ , કોદરભાઇ પટેલ સહિત સંગાસંબધીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.