IPL 2023 શરુઆત અમદાવાદથી આજે થઈ રહી છે. આજે સાંજે 1.10 લાખ દર્શકોથી નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ભરેલું રહેશે. સાંજે રસ્તાઓ પર લોકો ઓછા અને દેશભરમાં ટીવી પર મીટ માંડીને લોકો બેસેલા જોવા મળશે. એટલો ભવ્ય પ્રારંભ અમદાવાદ ખાતે આઈપીએલનો થવા જઈ રહ્યો છે.
16મી સિઝનની પ્રથમ મેચ એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2023 સીઝનની શરૂઆતની મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી આઈપીએલ મેચોના રેકોર્ડ પણ જાણી લો.
અહીં વર્ષ 2010માં પ્રથમ મેચ રમાઈ હતી. પરંતુ નામ બદલ્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2 IPL મેચ રમાઈ છે. એકંદરે આ મેદાન પર અત્યાર સુધીમાં 7 IPL મેચ રમાઈ ચૂકી છે. . જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ માત્ર 2 મેચ જીતી શકી છે. જ્યારે પાછળથી બેટિંગ કરનાર ટીમે 5 મેચ જીતી છે. અત્યાર સુધી આ મેદાન પર એવી કોઈ આઈપીએલ મેચ નથી બની જે ટાઈ થઈ હોય અથવા જેનું પરિણામ ન આવ્યું હોય. આ મેદાન પર સૌથી વધુ સ્કોર જોસ બટલરના નામે છે જેણે IPL 2022 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 106 રનની અણનમ ઇનિંગ રમી હતી.
IPL 2022 દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર બે મેચ રમાઈ હતી. IPL 2023નો બીજો ક્વોલિફાયર રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયો હતો. જ્યારે અહીં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. આ બંને મેચ પાછળથી બેટિંગ કરીને ટીમ જીતી હતી.