શનિવાર, 30 સપ્ટેમ્બરના રોજ ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સમાં ભારતની સુવર્ણ શરૂઆત થઈ હતી. ટેનિસમાં સાકેત મિનેની અને રામનાથન રામકુમારના સિલ્વર મેડલ પછી, રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેની જોડીએ મિશ્ર ડબલ્સમાં અજાયબીઓ કરી હતી. બોપન્ના અને રૂતુજાની જોડીએ ફાઈનલ મેચમાં ચાઈનીઝ તાઈપેઈની જોડીને 2-6, 6-3, 10-4થી પરાજય આપ્યો હતો. મેચ ટાઈબ્રેકરમાં ગઈ અને અંતે ભારતીય જોડીએ રોમાંચક જીત નોંધાવી. આ ગેમ્સમાં ભારત માટે આ 9મો ગોલ્ડ મેડલ હતો. જ્યારે એકંદરે આ 35મો ગોલ્ડ હતો.
ભારતીય જોડીએ એન શો લિયાંગ અને સાંગ હાઓ હુઆંગને હરાવીને દેશ માટે આ ગેમ્સમાં 9મો ગોલ્ડ જીત્યો હતો. ભારતની શરૂઆત સારી રહી ન હતી. ભારતને પહેલા સેટમાં 2-6થી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ભારતીય જોડીએ શાનદાર વાપસી કરી હતી. બીજો સેટ ભારતીય જોડીએ જીત્યો હતો અને ત્રીજો સેટ ટાઈ બ્રેકર સુધી પહોંચ્યો હતો. આ સાથે ભારતે ટાઈ બ્રેકરમાં 10-4થી મેચ જીતીને દેશના ખાતામાં યલો મેડલ ઉમેર્યો હતો.
‘ !
Bopanna & Bhosale defeat seeds Chinese Taipei to claim in the #Tennis Mixed doubles category
Congratulations to the dynamic duo #HangzhouAsianGames #AsianGames #SonyLIV pic.twitter.com/Jd14UiaunL
— Sony LIV (@SonyLIV) September 30, 2023
મેડલ ટેલીની સ્થિતિ શું છે? Asian Games 2023
જો તાજેતરના મેડલ ટેલીની વાત કરીએ તો ભારત હજુ પણ તેમાં ચોથા સ્થાને છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 9 ગોલ્ડ, 13 સિલ્વર અને 13 બ્રોન્ઝ જીત્યા છે. જ્યારે યજમાન ચીન ટોચ પર છે જેણે 106 ગોલ્ડ, 65 સિલ્વર અને 33 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જ્યારે 28 ગોલ્ડ સાથે જાપાન અને 27 ગોલ્ડ સાથે દક્ષિણ કોરિયા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
ભારતીય ટીમે આ વર્ષે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. મહિલા ક્રિકેટ ટીમનો ગોલ્ડ મેડલ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ભારતીય એથ્લેટ ગત એશિયન ગેમ્સના પ્રદર્શનને પાછળ છોડી શકે છે કે નહીં. તમને જણાવી દઈએ કે ભારતે વર્ષ 2018માં એશિયન ગેમ્સમાં 570 એથ્લેટ મોકલ્યા હતા જેમણે 36 રમતોમાં ભાગ લીધો હતો. તે વર્ષે ભારતે 16 ગોલ્ડ, 23 સિલ્વર અને 31 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તે વર્ષે મેડલ ટેલીમાં ભારત 8મા ક્રમે હતું.