શૂટિંગ ટીમે એશિયન ગેમ્સ 2023માં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સની સત્તાવાર શરૂઆત બાદ બીજા દિવસે દેશને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે. પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓએ પાંચ મેડલ જીત્યા હતા, પરંતુ ગોલ્ડ મેડલની સંખ્યા ખાલી રહી હતી. શુટીંગ ટીમે સોમવારે ગોલ્ડન સ્ટાર્ટ કરીને દેશને ઈવેન્ટમાં પહેલો મેડલ અપાવ્યો અને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો.
પુરુષોની 10 મીટર એર રાઈફલ ટીમમાં રૂદ્રાક્ષ બાળાસાહેબ પાટીલ, દિવ્યાંશ સિંહ પંવાર અને ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમરનો સમાવેશ થાય છે. ભારતીય ત્રિપુટીએ હાંગઝોઉમાં ઈતિહાસ રચ્યો. વ્યક્તિગત ક્વોલિફિકેશન રાઉન્ડમાં, ભારતીય ત્રણેયે કુલ 1893.7નો સ્કોર કર્યો અને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. આ પહેલા શૂટિંગ ટીમ ઈવેન્ટમાં સૌથી વધુ સ્કોર ચીનના નામે હતો. ચીનના ખેલાડીઓએ ગયા મહિને બાકુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 1893.3નો સ્કોર હાંસલ કર્યો હતો. ભારતીય ટીમે ચીન કરતા 0.4 પોઈન્ટ વધુ મેળવ્યા છે.
! – ⚡@RudrankkshP, @DivyanshSinghP7, and Aishwary Pratap Tomar have hit the bullseye and secured the 1️⃣st Gold for India in the 10m Air Rifle Men’s Team event at the #AsianGames2022.… pic.twitter.com/wQbtEYX2CQ
— SAI Media (@Media_SAI) September 25, 2023
ભારતીય શૂટરોના અદ્ભુત પરાક્રમ બાદ ચીને એશિયન રેકોર્ડ્સ અને ગેમ્સ રેકોર્ડ્સ ચાર્ટમાં પણ પોતાનું સ્થાન ગુમાવ્યું છે. હવે ટીમ ઈન્ડિયાનું નામ ઈતિહાસ અને રેકોર્ડ બુકમાં નોંધાઈ ગયું છે.
ક્વોલિફિકેશનમાં ત્રીજા સ્થાને રહેલો રુદ્રાક્ષ 632.5 પોઈન્ટ સાથે ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી હતો. ઐશ્વર્યા 631.6 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે. જ્યારે દિવ્યાંશે 629.6નો સ્કોર મેળવ્યો હતો. કઝાકિસ્તાનના ઇસ્લામ સતપાયેવ કરતાં 10 ઊંચા ઇનર હોવાને કારણે તે કટ કરવામાં સફળ રહ્યો. ત્રણેય ભારતીય શૂટરો ફાઇનલમાં ક્વોલિફાય થયા હતા, પરંતુ નિયમો અનુસાર એક દેશના માત્ર બે જ ખેલાડીઓ ફાઇનલમાં ભાગ લઇ શકે છે. આવી સ્થિતિમાં દિવ્યાંશે બહાર નીકળવું પડ્યું. હવે રૂદ્રાક્ષ અને ઐશ્વર્યા પાસેથી પણ વ્યક્તિગત મેડલની આશા છે.