Asian Games મિશ્રિત ડબલ્સ ટેનિસ પરિણામો: રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ ચાઈનીઝ તાઈપેઈના સુંગ હાઓ અને એન શુઓને 2-6, 6-3 (10-4)થી હરાવીને ફાઈનલ મેચ જીતી હતી. આ પહેલા રામકુમાર રામનાથન અને સાકેત માયનેનીની જોડીએ મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતના અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 42 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ જીત્યો હતો. બોપન્ના શનિવારે (30 સપ્ટેમ્બર) રુતુજા ભોસલે સાથે મિક્સ્ડ ડબલ્સમાં ચેમ્પિયન બન્યો હતો. તેઓએ ચાઈનીઝ તાઈપેઈના સુંગ હાઓ અને એન શુઓને 2-6, 6-3 (10-4)થી હરાવીને ફાઇનલમાં જીત મેળવી હતી. આ પહેલા રામકુમાર રામનાથન અને સાકેત માયનેનીની જોડીએ મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
બોપન્ના અને રૂતુજાએ મેચમાં ધીમી શરૂઆત કરી હતી. બંનેએ પહેલો સેટ 2-6થી ગુમાવ્યો હતો. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ બોપન્ના અને રૂતુજાએ જોરદાર વાપસી કરી હતી. બંનેએ બીજો સેટ 6-3થી જીત્યો હતો. આ પછી બીજા સેટમાં સુપર ટાઇ-બ્રેક રહ્યો હતો. જેમાં બોપન્ના અને રૂતુજાનો 10-4થી વિજય થયો હતો.
‘ !
Bopanna & Bhosale defeat seeds Chinese Taipei to claim in the #Tennis Mixed doubles category
Congratulations to the dynamic duo #HangzhouAsianGames #AsianGames #SonyLIV pic.twitter.com/Jd14UiaunL
— Sony LIV (@SonyLIV) September 30, 2023
બોપન્નાનો બીજો ગોલ્ડ
રોહન બોપન્ના હવે બે વખત એશિયન ગેમ્સ ચેમ્પિયન બની ગયો છે. તેણે 2018માં દિવિજ શરણ સાથે મેન્સ ડબલ્સ જીતી હતી. આ 43 વર્ષના ખેલાડીએ સાબિત કર્યું કે ઉંમર માત્ર એક આંકડો છે. રૂતુજાને પણ તેના અનુભવનો લાભ મળ્યો. બંનેએ સાથે મળીને ચાઈનીઝ તાઈપેઈની જોડીને ચોંકાવી દીધી હતી.