એશિયન ગેમ્સ 2023નો ઉદ્ઘાટન સમારોહ 23 સપ્ટેમ્બરે યોજાશે. ભારતીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને સ્ટાર મહિલા બોક્સર લોવલિના બોર્ગોહેન ઓપનિંગ સેરેમનીમાં ભારત માટે ફ્લેગ બેરર હશે. પરંતુ તે પહેલા 19 સપ્ટેમ્બરથી ક્રિકેટ મેચો શરૂ થઈ ગઈ છે. ભારતની મલેશિયા સામેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી, પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. હવે એવા સમીકરણો રચાઈ રહ્યા છે કે ફાઈનલ મેચ પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ શકે છે.
ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને મલેશિયા વચ્ચેની પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. પરંતુ મલેશિયા કરતા વધુ સારા રેન્કિંગના કારણે ભારતીય મહિલા ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ હતી. ચોથી ક્વાર્ટર ફાઈનલ મેચ બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમ અને હોંગકોંગની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 22 ઓક્ટોબરે રમાશે. આ મેચમાં જે પણ ટીમ વિજેતા બનશે. સેમિફાઈનલમાં તેનો મુકાબલો ભારતીય મહિલા ક્રિકેટ સામે થશે અને જો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ મેચ જીતે છે તો તે ફાઈનલમાં જગ્યા બનાવી શકે છે.
ફાઈનલમાં પહોંચવા માટે આવા સમીકરણો રચાઈ રહ્યા છે
પાકિસ્તાન મહિલા ક્રિકેટ અને ઇન્ડોનેશિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. વરસાદના કારણે મેચમાં એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. પરંતુ તેમ છતાં પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. શ્રીલંકા મહિલા ક્રિકેટ ટીમ અને થાઈલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રીજી ક્વાર્ટર ફાઈનલ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે. આ મેચમાં જે પણ ટીમ જીતશે. સેમિફાઇનલમાં તેનો મુકાબલો પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ સાથે થશે. જો પાકિસ્તાની ટીમ પણ પોતાની સેમીફાઈનલ મેચ જીતવામાં સફળ રહે છે તો તે પણ ફાઈનલમાં પહોંચી જશે. આ રીતે એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ શકે છે. ફાઈનલ મેચ 25 સપ્ટેમ્બરે રમાશે.
ભારતીય ટીમની મેચ ધોવાઈ ગઈ
મલેશિયા સામે પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 1 વિકેટના નુકસાને 173 રન બનાવ્યા હતા. ટીમ તરફથી શેફાલી વર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 39 બોલમાં 67 રન બનાવ્યા જેમાં 4 ફોર અને 5 લાંબી સિક્સ સામેલ હતી. શેફાલીએ જેમિમાહ રોડ્રિગ્ઝ સાથે મોટી ભાગીદારી કરી હતી. જેમિમાએ 47 રનનું યોગદાન આપ્યું હતું. રિચા ઘોષે વિસ્ફોટક શૈલીમાં 7 બોલમાં 21 રન બનાવ્યા હતા. મલેશિયાની ટીમ જ્યારે બેટિંગ કરવા આવી ત્યારે વરસાદના કારણે વિક્ષેપ સર્જાયો અને ત્યાર બાદ મેચ રમાઈ શકી ન હતી.