ભારત અને પાકિસ્તાનની ટીમો આ સમયે વર્લ્ડ કપમાં આમને-સામને છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પાકિસ્તાનને 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાન 137 રન બનાવી શક્યું હતું. આમ ભારતે તેની પ્રથમ મેચ 107 રને જીતી લીધી છે.
ICC મહિલા વર્લ્ડ કપની તેની શરૂઆતની મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે તેના હરીફ પાકિસ્તાનને 107 રનથી હરાવ્યું હતું. રાજેશ્વરી ગાયકવાડે 4 વિકેટ લીધી હતી.ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપની પોતાની શરૂઆતની મેચમાં જીતથી માત્ર એક વિકેટ દૂર છે. પાકિસ્તાનની નવ વિકેટ પડી છે.