અભિનેત્રી કિમ શર્મા અને ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ છેલ્લા એક વર્ષથી રિલેશનશિપમાં છે. તેમના સંબંધોને એક વર્ષ પૂર્ણ થવા પર કિમ શર્માએ લિએન્ડર પેસ સાથેની કેટલીક ખાસ પળોની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ રોમેન્ટિક તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે આ કપલ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. તેમની વાયરલ તસવીરો પર ફેન્સ અને સેલિબ્રિટીઝ દ્વારા ઘણી કોમેન્ટ્સ મળી રહી છે અને આ સ્ટાર કપલને શુભકામનાઓ આપવામાં આવી રહી છે.
લિએન્ડર પેસ સાથેની આ તસવીરો શેર કરતાં કિમ શર્માએ લખ્યું, ‘ચાર્લ્સ 365 દિવસની વર્ષગાંઠની શુભકામનાઓ! આનંદ અને શીખવાની અનંત ક્ષણો. મારા હોવા બદલ આભાર. આ રીતે તેણે પોતાની ખુશી વ્યક્ત કરી છે. કિમની આ પોસ્ટ પર અમૃતા અરોરાએ હાર્ટ ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી છે. પ્રીતિ ઝિંગિયાનીએ લખ્યું, ‘હેપ્પી એનિવર્સરી.’
કિમ શર્માના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તે છેલ્લે 2010માં સિલ્વર સ્ક્રીન પર જોવા મળી હતી. તે તેલુગુ ફિલ્મ હતી. કિમે ફિલ્મ ‘મુહબ્બતેં’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે તેણે બોલિવૂડમાં ઘણી ફિલ્મો કરી, પરંતુ તેની કારકિર્દી પાટા પર આવી નહીં. કિમે 2010માં કેન્યાના બિઝનેસમેન અલી પંજાની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 2016માં બંનેના છૂટાછેડા થઈ ગયા.