પીવી સિંધુનો આઠ મહિનામાં પ્રથમ ટાઇટલ જીતવાનો પ્રયાસ સફળ થયો ન હતો. તેણીને રવિવારે મેડ્રિડ સ્પેન માસ્ટર્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં ઇન્ડોનેશિયાની ગ્રિગોરિયા મેરિસ્કા તુનજુંગના સામે 8-21, 8-21થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ માત્ર 29 મિનિટ ચાલી હતી. જ્યાં સિંધુ ગ્રિગોરિયાને કોઈ પડકાર આપી શકી નહોતી.
સિંધુએ ફાઇનલમાં પ્રવેશતા પહેલા વિશ્વમાં નંબર 12 અને 23 વર્ષીય ગ્રિગોરિયા સામે 7-0થી જીત-હારનો રેકોર્ડ બનાવ્યો હતો. સિંધુ એકપણ રમત ગુમાવ્યા વિના ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટાઇટલ મુકાબલામાં તે સંપૂર્ણ રીતે બહાર હતી. સિંધુ ગયા અઠવાડિયે જ સાત વર્ષ પછી વિશ્વ બેડમિન્ટન રેન્કિંગમાં ટોપ 10માંથી બહાર થઈ ગઈ છે. બંને સેટમાં ગ્રિગોરિયાએ સિંધુ પર પ્રારંભિક લીડ મેળવી હતી.
પીવી સિંધુ શરૂઆતથી જ લયમાં નહોતી. તેણે પહેલો સેટ 8-21ના માર્જીનથી ગુમાવ્યો હતો. પ્રથમ સેટમાં એકતરફી હાર બાદ સિંધુ બીજા સેટમાં બાઉન્સ બેક કરશે તેવી અપેક્ષા હતી, પરંતુ તેમ થયું નહીં. તે બીજા સેટમાં પણ આટલા જ અંતરથી હારી ગઈ અને ટાઈટલ જીતવાથી ચૂકી ગઈ.
RCB vs MI: કોહલી-ડ્યુપ્લેસિસનો તરખાટ, આરસીબીની જીતથી તૂટ્યા અનેક રેકોર્ડ્સ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2023ની તેમની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 171 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરે માત્ર 16.2 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ટીમ માટે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ વચ્ચે રેકોર્ડ બ્રેક ભાગીદારી નોંધાઈ હતી. બંનેએ 89 બોલનો સામનો કર્યો અને 148 રનની ભાગીદારી કરી હતી. કોહલીએ મેચના અંત સુધી 49 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા.
IPL 2023ની પહેલી જ મેચમાં વિરાટ કોહલીએ પોતાની શાનદાર ઇનિંગ રમી હતી. મુંબઈ સામે રમાયેલી આ મેચમાં કોહલીએ 49 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 82 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગથી કિંગ કોહલીએ બતાવ્યું કે તે અત્યારે શાનદાર ફોર્મમાં છે. કોહલીએ IPLના ઈતિહાસમાં પોતાની 45મી અડધી સદી ફટકારી હતી.