IPLમાં આજે રોહિત શર્મા અને વિરાટ કોહલી આમને-સામને થશે. બંને અનુભવી ખેલાડીઓની ટીમો આજે (2 એપ્રિલ) સાંજે 7.30 કલાકે ટકરાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચેનો આ મુકાબલો બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થશે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેની છેલ્લી આઈપીએલ સીઝનની ખરાબ યાદોને ભૂલીને નવેસરથી તેના અભિયાનની શરૂઆત કરવા ઈચ્છે છે, ત્યારે RCB છેલ્લી સીઝનના પ્રદર્શનને જાળવી રાખવાની સાથે તેમાં વધુ સુધારો કરવાનો પ્રયાસ કરશે.
IPLની છેલ્લી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને હતી. બીજી તરફ RCBની ટીમે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી પરંતુ ફાઇનલમાં પહોંચી શકી નહીં. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ વખત આઈપીએલ ટ્રોફી જીતી છે, જ્યારે RCB હજુ પણ તેની પ્રથમ ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે.
બંને ટીમોમાં સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી
મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં અનેક સ્ટાર ખેલાડીઓ છે. જો કે આ પ્રથમ મેચમાં બંને ટીમના ઘણા મહત્વના ખેલાડીઓ ગેરહાજર રહેશે. જસપ્રીત બુમરાહ અને જ્યે રિચાર્ડસન સમગ્ર સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સમાંથી બહાર થઈ ગયા છે, ત્યારે જોફ્રા આર્ચરને પ્રથમ મેચમાં સામેલ કરવાની શક્યતા પણ ઓછી છે. બીજી તરફ, વનિંદુ હસરંગા, રજત પાટીદાર અને જોશ હેઝલવુડ આરસીબીની બહાર રહેશે. વનિંદુ હાલમાં ન્યૂઝીલેન્ડમાં ટી20 સીરીઝ રમી રહ્યો છે. રજત પાટીદાર તેની ઈજામાંથી સ્વસ્થ થવા માટે NCAમાં છે અને હેઝલવુડ પણ ઈજાને કારણે પ્રારંભિક મેચોમાંથી બહાર થઈ ગયો છે.
બંને ટીમની સંભવિત પ્લેઈંગ-11
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, કેમરૂન ગ્રીન, રમનદીપ સિંહ, જોફ્રા આર્ચર, હૃતિક શોકિન, સંદીપ વૉરિયર, જેસન બેહરનડોર્ફ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુપ્લેસીસ (કેપ્ટન), વિરાટ કોહલી, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, માઈકલ બ્રેસવેલ, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, આકાશદીપ, રીસ ટોપલી, મોહમ્મદ સિરાજ.
IPL 2023: કોલકત્તા અને દિલ્હી માટે સારા સમાચાર, આગામી મેચમાં બાંગ્લાદેશના આ ખેલાડીઓ થશે સામેલ
આઈપીએલ 2023ની આગામી મેચ માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ માટે સારા સમાચાર છે. આ બંને ટીમમાં સામેલ બાંગ્લાદેશના ખેલાડીઓ આગામી મેચ માટે ઉપલબ્ધ રહેશે. મુસ્તાફિઝુર રહેમાન 1 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે જોડાયો, જેણે ટીમના બોલિંગ આક્રમણને મજબૂત બનાવ્યું. લિટન દાસ અને શાકિબ અલ હસનને જોડ્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ઘણી ખુશ છે. આ તમામ ખેલાડીઓ બીજી મેચમાં પોતપોતાની ટીમ માટે ઉપલબ્ધ રહેશે.