પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી હતી અને મેચ દરમીયાન બંને ટીમના ખેલાડીઓ રમી રહ્યા હતા . જેમાં એવું થયું કે ઓસ્ટ્રેલિયાની ટિમ બેટિંગ કરતી હતી તે વખતે પાકિસ્તાન ના એક ખેલાડી શાન મસૂદનું પેન્ટ ફાટી ગયું હતું, એ ઘટના પછી સોશ્યિલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ પણ ખુબજ આનંદ મેળવી રહ્યા છે સાથે શેર કરી રહ્યા છે.
#PAKvAUS #PakistanBachanaHai
Trousers of Shan Masood gets torn down as he slips in a bid to stop boundary. pic.twitter.com/BC3ff8VhAO— Baseer Ahmed (@journoBaseer) March 7, 2022
મેચના ચોથા દિવસે આ બનાવ બન્યો હતો.જેમાં ઓસ્ટ્રેલિયાના એલેક્સ કેરી અને સ્ટીવ સ્મિથની જોડી મેદાન પર બેટિંગ કરી રહી હતી અને પાકિસ્તાન તરફથી નૌમાન બોલિંગ કરતો હતો ત્યારે બેટ્સમેન એલેક્સ કેરીએ રિવર્સ સ્વીપ શોટ રમ્યો જે સીધો પોઈન્ટ તરફ ગયો. બોલને બાઉન્ડ્રી તરફ જતો જોઈને શાન મસૂદે ડાઈવ લગાવીને તેને રોકવાનો પ્રયાસ કર્યો, અને તેનું પેન્ટ ફાટી ગયું અને આ રમુજી ઘટના કેમેરામાં આવી ગઈ.