IPL 2022માં ધોની જેવો ઘાતક ફિનિશર પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સ માટે પોતાની તાકાત બતાવતો જોવા મળશે. આ ખતરનાક ખેલાડીને પંજાબ કિંગ્સની ટીમે 9 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. હવે પંજાબ કિંગ્સ ટીમની શક્તિ વધુ વધી ગઈ છે અને આ ખેલાડી પંજાબ કિંગ્સને પ્રથમ આઈપીએલ ટાઈટલ જીતાડશે.
પ્રીતિ ઝિન્ટાની ટીમમાં ધોની જેવા ઘાતક ફિનિશરની એન્ટ્રી
આ ખતરનાક ફિનિશર બીજું કોઈ નહીં પણ શાહરૂખ ખાન છે. શાહરૂખ ખાનને ધોનીની જેમ ડેડલી ફિનિશર માનવામાં આવે છે. તમિલનાડુના આ બેટ્સમેનને ગત IPL ઓક્શનમાં પંજાબ કિંગ્સે 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ હવે IPL 2022ની મેગા ઓક્શનમાં પંજાબે ફરી એકવાર આ ખેલાડીને 9 કરોડમાં ખરીદ્યો છે.
પંજાબ કિંગ્સ પ્રથમ IPL ટ્રોફી જીતશે
શાહરૂખ ખાને 11 IPL મેચમાં 21.85ની એવરેજથી 153 રન બનાવ્યા છે. શાહરૂખ ખાનની આવડતથી બધા વાકેફ છે. ગયા વર્ષે વિજય હઝારે ટ્રોફીની ફાઇનલમાં શાહરૂખ ખાને છેલ્લા બોલે સિક્સર ફટકારીને તમિલનાડુને વિજય હજારે ટ્રોફી જીતાડવી. આ અનકેપ્ડ પ્લેયરની બેઝ પ્રાઈસ માત્ર 40 લાખ હતી, પરંતુ IPL 2022ની મેગા ઓક્શનમાં શાહરૂખ ખાનની 9 કરોડ રૂપિયામાં હરાજી થઈ હતી. હવે પંજાબ કિંગ્સ ટીમની શક્તિ વધુ વધી ગઈ છે અને આ ખેલાડી પંજાબ કિંગ્સને પ્રથમ આઈપીએલ ટાઈટલ જીતાડશે.
6 ફૂટ 4 ઇંચનો આ ખેલાડી 6 કે 7માં નંબર પર આવીને અને ખૂબ જ સારી બેટિંગ કરીને ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે. આ ખેલાડીની સરખામણી આન્દ્રે રસેલ, કિરોન પોલાર્ડ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ સાથે થાય છે. 20 ઓવરની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તામિલનાડુના ખેલાડીનો છેલ્લી બે સિઝનમાં 180થી ઉપરનો સ્ટ્રાઈક રેટ રહ્યો છે.
IPL 2022 માટે પંજાબ કિંગ્સની ટીમ:
મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, અર્શદીપ સિંહ, કાગીસો રબાડા, જોની બેરસ્ટો, રાહુલ ચાહર, હરપ્રીત બ્રાર, શાહરૂખ ખાન, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા, ઈશાન પોરેલ, લિયામ લિવિંગસ્ટોન, ઓડિયન સ્મિથ, સંદીપ શર્મા, રાજ અંગદ બાવા, ઋષિ ધવન, પ્રેરક માંકડ, વૈભવ અરોરા, ઋત્વિક ચેટર્જી, બલતેજ ધંડા, અંશ પટેલ, નાથન એલિસ, અથર્વ ટેડે, ભાનુકા રાજપક્ષે, બેની હોવેલ.