ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત આ દિવસોમાં પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. ઋષભ પંત હવે 26 માર્ચથી શરૂ થનારી IPL સિઝન 15માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ગયા વર્ષે જ દિલ્હી કેપિટલ્સે ઋષભ પંતને તેમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા હતા. ક્રિકેટ સિવાય ઋષભ પંતના અંગત જીવનની વાત કરીએ તો તેનું નામ બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે જોડવામાં આવ્યું છે.
વર્ષ 2019 માં, ઋષભ પંત અને ઉર્વશી રૌતેલા જુહુની એસ્ટેલા હોટેલમાં મોડી રાત્રે ડિનર ડેટ પર જતા જોવા મળ્યા હતા, ત્યારબાદ તેમના સંબંધોના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. પરંતુ પછી એવા અહેવાલો આવ્યા કે ઉર્વશી અને ઋષભ પંત અલગ થઈ ગયા અને પંતે ઉર્વશીને વોટ્સએપ પર બ્લોક કરી દીધી.
ખરેખર, તે સમયે ઋષભ પંતને શ્રીલંકા સામે રમાયેલી ત્રીજી અને અંતિમ T20 મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. તે જ સમયે, તે મેદાન પર પણ ખરાબ ફોર્મમાં હતો. જેને લઈને તે પણ ચિંતિત હતો. એવી અટકળો હતી કે આ તણાવને કારણે ઋષભ પંતે ઉર્વશી રૌતેલાને વોટ્સએપ પર બ્લોક કરી દીધા હતા. રિષભ પંત હાલમાં ઈશા નેગી સાથે રિલેશનશિપમાં છે. ઈશા દેહરાદૂનની રહેવાસી છે અને તે ઈન્ટીરીયર ડીઝાઈનર છે. ઈશા નેગી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.