સુરત શહેરમાં ઉધના રોડ પર આવેલા ભંગારના એક ગોડાઉનમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી.મોડી રાત્રે આગ લાગતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.ગોડાઉનમાં લાગેલી ભીષણ આગની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી.ફાયરબ્રિગેડ દ્વારા 3 કલાક સુધી સતત પાણી મારતા આગ કાબુમાં થઇ હતી.જેથી આસપાસના લોકોને રાહત થઇ હતી.આગના કારણે ગોડાઉનમાં રહેલા માલ સામાનની સાથે સાથે 7 ફોર વ્હિલર બળીને ખાખ થઇ ગઈ હતી.
ઉધના રોડ નંબર પર આગના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છે. મધ્યરાત્રિએ લોકો તેમના ઘરની છત પર ચઢી ગયા અને આગ જોવા લાગ્યા. ફાયર બ્રિગેડના કાફલાએ આગને કાબુમાં લીધી હતી. નવ ફાયર ફાઈટર આગને કાબુમાં લેવા કામે લાગ્યા હતા. જો કે આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
સ્થાનિક રહેવાસી અમન શેખે જણાવ્યું હતું કે આગ મધ્યરાત્રિ 11 વાગે લાગી હતી,ભંગારનો ગોડાઉન હોવાથી તમામ પ્રકારના વેસ્ટ મટીરીયલના કારણે આગ વધી ગઈ હતી.ઉગ્ર આગને જોઈને આસપાસમાં ઝુપડપટ્ટીના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.જોકે ફાયરબ્રિગેડની ટીમે સમયસર ઘટનાસ્થળે આવીને આગને કાબુ મેળવ્યો હતો.જેથી આસપાસના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.આગમાં 7 ફોર વહીલર બળી ગઈ હતી.જે એક ગંભીર બાબત છે.