સુરત ના સચિન વિસ્તારમાંથી મંગળવારના રોજ પોલીસ ઝાપતામાંથી લૂંટ અને હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી ફરાર થઈ ગયો હતો…જ્યાં મામલાની ગંભીરતા દાખવી સુરત શહેર પોલીસ કમિશનર ના આદેશ બાદ ડીસીપી દ્વારા જવાબદાર દસ પોલિસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં પણ હડકમ્પ મચી ગયો છે…..
લૂંટ અને હત્યાના ગુનામાં ઝડપાયેલ અમર ઓમકાર નામના આ શખ્સને મંગળવારના રોજ સુરતમાં કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો….કોર્ટમાંથી આરોપીને પોલીસ વાનમાં ફરી લાજપોર જેલ લઈ જવાય રહ્યો હતો…જયાં સચિન વિસ્તારના વાંઝ ગામ નજીક પોહચેલી પોલિસ વાનના દરવાજાનો નકુચો તોડી પોલિસ કર્મચારીઓની હાજરીમાં જ આરોપી ચકમો આપી ફરાર થઈ ગયો હતો…આરોપી ફરાર થઈ જવાની આ ઘટનાની નોંધ સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ગંભીરતાપૂર્વક લીધી હતી….પોલીસ કમિશનરે આ મામલે ડીસીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપી હતી….જે દરમ્યાન એક પીએસઆઇ,એક એસઆઈ સહિત દસ પોલિસ કર્મચારીઓને આજ રોજ સસ્પેન્ડનો આદેશ કરવામાં આવ્યો હતો….દસ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડનો આદેશ કરાતા પોલીસ બેડામાં પણ ભારે હડકમ્પ મચી જવા પામ્યો છે….હાલ તો આ મામલે સુરત સચિન પોલીસ મથકના એફ ડિવિઝનના એસીપી ને વધુ તપાસ સોંપવામાં આવી છે…..