સોનગઢના માંડલ નાકા પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો જ્યાં જાનૈયા ભરેલી બસ ટોલનાકા સાથે અથડાઈ હતી, જેથી જાનમાંથી પરત ફરી રહેલા જાનૈયા સહિત ટોલનાકા પર કામ કરતી મહિલા કર્મચારીઓ સહિત 14ને ઈજા પહોંચી હતી, જેમાંથી 4 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામા આવ્યું .આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ કરી રહી છે . જોકે એક્સિડન્ટનાં સમગ્ર ચિત્ર CCTVમાં કેદ થતા દોડાદોડી માહોલ સર્જાયાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.
સોનગઢના માંડલ ગામ પાસે આવેલા ટોલનાકા પર અકસ્માત સર્જાયો હતો. 12 વાગ્યાની આસપાસ શ્રી સમર્થ નામની ખાનગી ટ્રાવેલ્સની બસ ટકરાઈ હતી. મહારાષ્ટ્રના બુરહાનપુરથી જાન પાછી ફરી આવતા . એ દરમિયાન બસ કાબુ ગુમાવતાજ બની હોય એ રીતે ટોલનાકા સાથે અથડાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને લઈને ટોલનાકાના કર્મચારીઓને ઈજા પહોંચવાની સાથે ભય પેદા થઈ ગયો.
11 વાગ્યાની આસપાસ સર્જાયેલો અકસ્માત CCTVમાં કેદ થઈ ગયો હતો, જેમાં ઝડપથી આવતી બસ સૌપ્રથમ ટોલનાકાની કેબિનની સામેની સાઈડ અથડાયા બાદ ફંગોળાઈને કેબિન સાથે અથડાઈ ત્યાં કામ કરતીએક મહિલા માંડ માંડ પોતાનો જીવ બચાવીને ઊભી થઈને ભાગવાના પ્રયત્નો કરતી દેખાય છે. જોકે તેને પણ ઇજા પહોંચી શકત.