સુરતના મગદલ્લા વિસ્તારમાં જોવા મળ્યો હતો. માછીમારની જાળમાં ફસાતા જીવદયાપ્રેમી સંસ્થાએ વન વિભાગને સોંપ્યો હતો. સુરતના મગદલ્લા દરિયા કિનારે માછીમારી કરતાં એક માછીમારની જાળમાં કુતરા જેવું વિચિત્ર મોઢું ધરાવતો સાપ ફસાયો હતો. જાણ થતા નેચર ક્લબના સભ્યો માછીમારના ઘરે પહોંચ્યા હતા અને તે શ્વાનમુખી સાપ જળસાપ હોવાની ઓળખ કરી હતી. નેચર ક્લબના સભ્યે જણાવ્યું હતું કે, માછીમારની જાળને કાપીને સાપને સલામત રીતે બહાર કાઢયો હતો. આ સાપ અંશતઃ ઝેરી છે અને શહેરી વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે. પણ આ સાપ સૌથી ઝડપથી દોડતા સાપ પૈકીનો એક છે. તેનું મોઢું કુતરા જેવું હોવાથી તે શ્વાનમુખી સાપ તરીકે ઓળખાય છે.
Monday, May 20