સુરત સ્માર્ટ ડેવલપમેન્ટ દ્વારા સુરતમાં પ્રથમવાર સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 8મી જાન્યુઆરીએ શહેરમાં ત્રણ કેટેગરીમાં સ્પર્ધા યોજાશે. સુરત મ્યુનિસિપાલિટી પ્રથમ વખત આ સ્પર્ધાનું આયોજન કરી રહી છે, જેમાં મહત્તમ સંખ્યામાં સુરતીઓએ ભાગ લીધો હતો.
સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં 5 કિમી, 20 કિમી અને 40 કિમી સુધીની કેટેગરી છે. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે પાલિકાએ શહેરની વિવિધ સંસ્થાઓ સહિત સાયકલ સવારોના ગૃપ સાથે બેઠકો પણ શરૂ કરી છે.
શહેરમાં સાઇકલિંગને પ્રોત્સાહન આપવા અને પ્રદૂષણ સામેની લડતમાં શહેરને વધુ સામેલ કરવા માટે યોજનાઓ ચાલી રહી છે. શહેરમાં પ્રદુષણનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી વધુને વધુ લોકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ અંતર્ગત આ સાયક્લોથોન સ્પર્ધાની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. સીબી પટેલ હેલ્થ ક્લબ, વીઆઈપી રોડ દ્વારા 8 જાન્યુઆરીના રોજ સવારે 6.30 કલાકે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે.