વીજ કંપનીઓની વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન દ્વારા રાજ્યભરમાં મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત 200 થી વધુ ટીમોએ પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ કામગીરી હાથ ધરી 3730 વીજ જોડાણો ચેક કર્યા હતા. જેમાં 397 ગેરકાયદે વીજ જોડાણો ઝડપાયા છે. આ ગેરરીતિ બદલ તેની પાસેથી રૂ. 165.65 લાખ વસૂલ કરીને કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, મધ્ય ગુજરાત પાવર કંપની લિમિટેડ, પશ્ચિમ ગુજરાત પાવર કંપની લિમિટેડ અને ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણો શોધવા માટે સંયુક્ત મેગા ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર વિસ્તારમાં વીજ કંપનીની 86 ટીમો સાથે 1828 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા છે. જેમાંથી 100 વીજ જોડાણો અનિયમિત જણાતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને રૂ.90 લાખની આકરણી કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લાના ગોંડલ ટાઉન વિસ્તારમાં વીજ કંપનીની 44 ટીમો સાથે 857 વીજ કનેકશન ચેક કરવામાં આવ્યા હતા અને તેમાંથી 126 વીજ જોડાણો અનિયમિત મળી આવ્યા હતા. જેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં 26 લાખની આંકવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના 7 ગામો અને ધાંગધ્રા ટાઉન વિસ્તારમાં વીજ કંપનીની અલગ-અલગ ટીમો સાથે 573 વીજ કનેકશન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 86 વીજ જોડાણો અનિયમિત જણાતા જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રૂ.18 લાખની આકરણી કરવામાં આવી હતી.
આ અભિયાન દરમિયાન 04 T.C. , 500 મી. વાયર અને 7 સબમર્સીબલ પંપની મોટરો જપ્ત કરવામાં આવી છે. બીજી તરફ જામનગર જિલ્લાના જામનગર શહેર વિસ્તારમાં વીજ કંપનીની 37 ટીમો સાથે 472 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી અને તેમાંથી 85 વીજ જોડાણો અનિયમિત જણાયા હતા, જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેની આકારણી કરવામાં આવી હતી. 31.65 લાખ કરવામાં આવી હતી.