ગ્રીષ્મા હત્યા કેસમાં દરરોજ નવા નવા ખુલાસો આવી રહ્યા છે. ગ્રીષ્માનું ગળું કાપનાર આરોપી ફેનિલને લઈને મોટો ખુલાસો થયા પછી ગ્રીષ્માનો એક વીડિયો સામે આવ્યો હતો. સુરતની ગ્રીષ્મા હત્યા કેસમાં હત્યાના થોડાક કલાકો પહેલાના ગ્રીષ્માનો એક વીડિયો સામે આવ્યો છે. હત્યાના દિવસે ગ્રીષ્માએ કોલેજમાં બહેનપણીઓ સાથે કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ઘટના બની તે દિવસે ગ્રીષ્મા ખુબ જ ખુશ દેખાતી હતી, પરંતુ ગ્રીષ્માએ વિચાર્યું પણ નહોતું કે એ તેનો અંતિમ ક્લાસ હશે.
ગ્રીષ્મા હત્યા કેસ મામલે હવે નવી વિગતો સામે આવી છે. આરોપી ફેનીલ જેલમાંથી ફોન કરી સાક્ષીને પોતાની તરફેણ માં જુબાની આપવા દબાણ કર્યું હતું. જેલના કેદી તરીકે મળતા લાભનો ગેર ઉપયોગ કર્યો હોવાની કોર્ટમાં ફરિયાદ થઈ છે. ફેનિલે જેલમાંથી પોતાની બહેન ને ફોન કરવાની પરવાનગી લીધી હતી. ક્રિષ્ના નામની યુવતીએ કોર્ટમાં સમગ્ર મામલો જણાવતા સૌ ચોંકી ઉઠ્યા હતા.
સરકારી વકીલ નયન સુખડવાળાએ કોર્ટમાં લેખિત ફરિયાદ કરી હતી. ફેનિલે કોલેજમાં સાથે ભણતી ક્રિષ્નાને બહેન બનાવી હતી. ગ્રીષ્માં સાથે તકરાર થતા અવારનવાર ફેનીલ ગ્રીષ્માને મારી નાખવાની વાત ક્રિષ્નાને કરતો હતો. હત્યાના બનાવના દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરી ગ્રીષ્માને મારી નાખવાની વાત કરી હતી. કોર્ટમાં જુબાની દરમ્યાન થયો ખુલાસો.
આરોપી ફેનિલે જેલમાંથી કોલ કરીને સાક્ષી યુવતીને કહ્યું, ‘મારી ફેવરમાં જુબાની આપજે’આ કેસની ટ્રાયલમાં બુધવારે આરોપી ફેનિલ ગોયાણીની કોલેજ કાળની માનેલી બહેનને ફોન કરવાની હરકત સામે આવી હતી. ફેનલે સાક્ષી યુવતીને કોલ કરીને કહ્યું હતું કે, ‘તું મારી ફેવરમાં જુબાની આપજે.’ જેલમાંથી કરાયેલા આ કોલની વિગતો પોલીસ અને સરકારી વકીલ સુધી પહોંચતાં કોર્ટમાં એક અરજી પણ થઈ હતી જેમાં આરોપી સામે પગલાં લેવા જણાવાયું હતું.
સાક્ષીએ કોર્ટમાં જણાવ્યુ હતું કે, ફેનિલ તેને મારી નાંખવાની વાત કરતો હતો. પરંતુ અમને લાગતું હતું કે તે મજાક કરે છે. હું તેને કહેતી કે તારી તરફ એ ધ્યાન નથી આપતી તો જવા દે. શા માટે પાછળ પડ્યો છે.
જેલરને કહ્યું ‘ બેનને કોલ કરવો છે’સવારે ફેનલે જેલમાં 5 રૂપિયા ભરીને બહેનને કોલ કર્યો હતો. તેણે જેલરને કહ્યું કે ‘મારે મારી બહેનને કોલ કરવો છે. સાક્ષી યુવતીએ જુબાની આપી હતી કે ફેનિલ તેને મારી નાંખવાની વાત કરતો હતો. બનાવના દિવસે પણ કહ્યું હતું કે મારી નાખીશ. ટીવી પર જોયુ ત્યારે મને હત્યાની ખબર પડી.