સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં મક્કાઇપુલની પાળી પર 12 વર્ષના છોકરાને બેસાડી સેલ્ફી લેતા દરમિયાન પુલ પરથી નીચે પટકાતા મોતને ભેટ્યો હોવાનું જૂઠ બોલનાર પિતાના પાપની પોલ ખુલી ગઈ છે.સમગ્ર કિસ્સામાં પોલીસે પિતાની ધરપકડ કરી છે.માસુમ દીકરાની હત્યા કરનાર પિતાએ કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ગઈ છે.ત્રણ વર્ષથી પિયરમાં રહેતી પત્નીનું બીજા સાથે અફેર હોવાથી અને આ દીકરો જે તેને પપ્પા કહેતો એ તેનો દીકરો ન હોવાથી ગુસ્સે ચડેલા પિતાએ દીકરાને નદીમાં ધક્કો મારી ફેંકી દીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
રવિવારે બપોરે 12 વર્ષનો છોકરો જેનું નામ જાકીર શેખ છે.તે નદીમાં પડી ગયો હોવાની ઘટના સામે આવી છે. કોસાડ આવાસમાં રહેતાં સઇદ ઇલ્યાસ શેખે પોલીસને જણાવ્યું કે મારો પુત્રને તાપી નદી પાસે સેલ્ફી લેવન ઇરાદે લાવ્યો હતો.તે પાળી ઉપર બેસીને ફોટો પાડે તે પહેલા તેનું બેલેન્સ ન રહેતા તે નીચે પડી ગયું તે જણાવ્યું હતું.આ વાત પોલીસને ગળે ઉતરી ન હતી.
રાંદેર પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એમ.ચૌહાણને ગળે ઉતર્યું નહીં. પિતા સઈદ શેખની આકરી પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેણે જ તેના પુત્રની હત્યા કરી છે. સઈદે મહારાષ્ટ્રના બુલદાણા જિલ્લાના ચીખલી ગામની સોનમ (નામ બદલ્યું છે) સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે સોનમ 14 વર્ષની હતી. તેમના દામ્પત્ય જીવનમાં તેમને બે પુત્રો હતા. સઈદ ચરાસી અને ગંજેરી હોય તેને અવારનવાર માર મારતા હતા. જેથી તે ત્રણ વર્ષથી નાના પુત્ર ઝાકીર સાથે રહેતી હતી. ત્યાં સોનમને તેનો પ્રેમી મળવા આવતો હતો.તે ઝાકિર શેખને ખબર પડતા તેને ખુન્નસમાં તેના દીકરાને નદી ઉપર પાળી પરથી ફેંકી દીધો હતો.તેને કબૂલાત કરી હતી.આ ઘટના બાદ સઈદની પત્નીને મહારાષ્ટ્રથી બોલાવી હતી.
આ ઘટનાના દિવસે સઈદ નશામાં જ હતો.તેણે નશામાં “મેં મારા પુત્રને મારી નાખ્યો છે”તેમ બોલી ગયો હતો.અને નશા ઉતરતા જ સઈદે વાતનો પલટો મારી દીધો અને મારો પુત્ર સેલ્ફી લેતા પુલ પરથી પડી ગયો જેવા જુઠા નાટકો કરવા લાગ્યો હતો.હાલ પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી છે.