સુરતઃ સુરત શહેરમાં બાળાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે ત્યારે વધુ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના ભટાર ક્રિષ્નાનગરમાં રહેતા રીક્ષા ચાલકે તેના વિસ્તારની તરૂણી સાથે બળાત્કાર કર્યો હતો. જોકે, કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી અને આ નરાધમ ચાલક પોતાની હવસ સંતોષી હોવાની પોલીસ ફરિયાદના પગલે ખળભળાટ મચી ગયો છે. જ્યારે સુરત શહેરમાં વધુ એક મહિલા શોષણની ફરિયાદ સામે આવી છે.
સુરત શહેરમાં સતત મહિલા અત્યાચાર સાથે મહિલા સાથે ખાસ કરીને બાળકી સાથે છેડછાડની સાથે દુસ્કર્મની સતત ફરિયાદ સામે આવી રહી છે. જોકે, આવી ફરિયાદો બાદ પણ પોલીસ કોઈ નક્ક કાર્યવાહી ન કરતા જાણે આવા ઈસમોને મોકળું મેદાન મળી ગયું છે. ત્યારે વધુ એક તરૂણીને પોતાના કરતા બે ગણી ઉમર યુવાને આ તરૂણે પોતાનો શિકાર બનાવ્યાની ઘટના આવી છે.
જોકે, આવી ઘટના સુરતના સ્લમ વિસ્તારમાં સતત બની રહી છે ત્યારે આવી વધુ એક ઘટના સુરતના ભટાર વિસ્તારમાં ઘટી છે. અહીંયા આવેલ ક્રિષ્નાનગરમાં રહેતા અને રીક્ષાચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ધર્મેન્દ્ર રામસાગર રાય તેના વિસ્તારમાં રહેતી 15 વર્ષની એક તરૂણી પર તેની દાનત કેટલાક સમયથી બગડેલી હતી.
જોકે ગતરોજ આ તરુણી નો એકલતાનો લાભ લઇને આ રીક્ષા ચાલકે તેની બહેન અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પોતાની રૂમમાં લઇ જઈને તરૂણીની મરજી વિરુદ્ધ બળજબરીથી બળાત્કાર કર્યો હતો.
જોકે, ત્યારબાદ તરુણીને આ રીક્ષા ચાલકે છોડી મૂકી હતી. જોકે તરૂણી ત્યારબાદ પોતાના ઘરે પોહચી હતી. જોકે તરુણી ની હાલત જોઈને પરિવારે તરુણીને પૂછપરછ કરતા તરુણી પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના પોતાના પરિવારને જણાવતા પરિવારે તાત્કાલિક પોલીસ મથકે દોડી જઈને આ રીક્ષા ચાલાક વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે તરુણીના પરિવારની ફરિયાદ લઇને આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. જોકે પોલીસ ફરિયાદની ખબર પડતા રીક્ષા ચાલાક હાલ ફરાર થઇ જતા પોલીસે તેને ઝડપી પાડવાની કવાયત ખટોદરા પોલીસે હાથ ધરી છે.