થોડા સમય પહેલા રાજકોટમાં એક દુ:ખદ ઘટના બની હતી જેમાં ક્રિકેટ રમતી વખતે એક યુવકનું અને ફૂટબોલ રમતા એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આવી જ ઘટના મંગળવારે સુરતમાં બની હતી. સુરતના સેલુત ગામના મેદાનમાં ક્રિકેટ રમતા એક યુવક બેભાન થઈ જતાં આ ઘટના સામે આવી છે.
ક્રિકેટ રમતી વખતે અચાનક બેભાન થઈ જતાં એક યુવકનું મોત થયું હતું.
સુરતના સેલુત ગામના મેદાનમાં એક કરુણ ઘટના બની હતી જેમાં ક્રિકેટ રમતા એક યુવક બેભાન થઈ ગયો હતો. યુવક કામરેજના શેખપુર ગામનો રહેવાસી હતો અને રોજ ઓલપાડ તાલુકાના સેલુત ગામના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા જતો હતો. મંગળવારે તે તેના મિત્રો સાથે ઓલપાડ તાલુકાના સેલુત ગામના મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો. જ્યાં તે ક્રિકેટ રમતી વખતે અચાનક બેભાન થઈ ગયો હતો. તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં હાજર તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો.