સુરત શહેરના ડુમસ રોડ પર પૂરપાટ ઝડપે દોડતી કાર કાબૂ બહાર જતાં અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી I-20 કાર અકસ્માતનો ભોગ બની હતી. જાણવા મળ્યું છે કે કારમાં ચાર લોકો મુસાફરી કરી રહ્યા હતા. કારમાં સવાર ચારેય લોકોનો આબાદ બચાવ થયો છે.
કાર લગભગ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી. અચાનક ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને કાર પલટી ગઈ. આટલી સ્પીડમાં આવી રહેલી કારને અકસ્માત નડતાં કાર 3 વખત પલટી ગઈ હતી, જેના કારણે બમ્પર તૂટવા સાથે આખી કારનો ભૂક્કો થઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.