સુરતના અમરોલીમાં રહેતી એક મહિલાએ તેના પ્રેમી સાથે ફોન પર વાત કરતા પતિ સાથે ઝઘડો કર્યો હતો. મહિલા ઘરની બહાર નીકળી રહી હતી ત્યારે પતિએ તેની સાડીનો પલ્લુ ખેંચીને તેનું ગળું દબાવી દીધું હતું. બાદમાં ભાઈને ફોન કરીને જાણ કરી હતી. અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
આ બનાવ સંદર્ભે પ્રાપ્ત વિગત મુજબ સુરત શહેરના અમરોલી-છપ્રભાથા રોડ પર આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં રહેતા કુલદીપ પ્રસાદ બોધી શાહુ વ્યવસાયે જ્વેલર છે. તે પત્ની અને ત્રણ પુત્રો સાથે રહે છે. બુધવારે રાત્રે ત્રણેય પુત્રો જમ્યા બાદ સુઈ ગયા હતા. મધરાતે કુલદીપ જાગી ગયો ત્યારે તેની પત્ની રીનાદેવી તેના મોબાઈલ ફોન પર અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરી રહી હતી. કુલદીપે રીનાદેવીને અગાઉ બે-ત્રણ વખત અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવા બદલ ઠપકો આપ્યો હતો. તેમ છતાં મોડી રાત્રે બંને વચ્ચે ફોન પર વાતચીતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી.
પતિ-પત્ની વચ્ચે ગેરકાયદે સંબંધોની શંકાએ ઝઘડો થયો હતો. પતિ-પત્ની વચ્ચેના ઝઘડા દરમિયાન ત્રણેય પુત્રો સુતા હતા તેની હાજરીમાં ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન પત્ની ઘરેથી ભાગી જવાની હતી, પરંતુ ગુસ્સામાં આવીને કુલદીપ શાહુએ પત્નીને પકડીને સાડી વડે તેનું ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા બાદ કુલદીપે પોતે જ તેના ભાઈને ઘટના અંગે જાણ કરતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.