સુરતઃ કોરોના વાયરસની પહેલી લહેરમાં લાંબુ ચાલેલું લોકડાઉન અને ત્યારબાદ બીજી લહેરમાં કડક પ્રતિબંધોના કારણે વેપાર ધંધા ઠપ થયા હતા. જેના પગલે અનેક વેપારીની કમર તૂટી ગઈ હતી. કોરોનામાં હજારો લોકો બેકાર બન્યા હતા. આવી સ્થિતિમાં પોતાનું ગુજરાન ચલાવવા માચે લોકો ગુનાખોરીના રડાવે ચડતા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાંથી પણ પ્રકાશમાં આવ્યો હતો. અહીં એક દેવાદાર વેપારીએ દારૂનો ધંધો કરવાનું શરૂ કર્યું હતું. જોકે, પોલીસના હાથે ઝડપાયો હતો.
મળતી માહિતી પ્રમાણે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ શ્યામવિલા સોસાયટીમાં રહેતા મુકેશકુમાર રાધેશ્યામ સામરા આમતો છે સાડીનો વેપારી પણ છેલ્લાં દોઢ વર્ષમાં કોરોનાકાળમાં લોકડાઉનને લઇ તેનો ધંધો પડી ભાંગ્યો હતો અને તેના માથે દેવુ થઇ ગયું હતું. જેથી આર્થિક સંકડામણથી બહાર આવવા માટે તેણે દારૂનો વેપાર શરૂ કર્યો હતો.
જોકે, પોતાની ગાડીમાં દારૂનો જથ્થો પોતાની સોસાયટીમા પાર્કિંગમાં રહેલ ગાડીમાં સંતાડ્યો હતો જોકે આ બાબતે પોલીને ખબર પડતા પોલીસે આ વેપારીને ઝડપી પડી તેની પૂછપરછ શરૂ વેપારીએ પોતે દારૂનો વેપાર કરતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 2,77 લાખનો મુદામાલ સાથે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જોકે આ વેપારીને દારૂ આપનાર આયુસ નામના બૂલટેગરને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. આ પહેલો કેસ એવો નથી વ્યાપારી આર્થિક પરિસ્થિતિ બગડતા તેણે દારૂનો વેપાર કરવો પડ્યો છે ભૂતકાળમાં કેટલાક કાપડના વેપારીઓ આજ પ્રમાણે દારૂનો વેપાર સાથે જોડાયા હોય અનેે પોલીસના હાથે પકડાયેલ છે