રાજ્યમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાની વિચિત્ર ઘટનાઓ સામે આવતી રહે છે. આ ક્રમમાં સુરતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિ પત્નીને સાપુતારા ફરવા લઈ ગયો હતો. તે સમયે તેણે સાપુતારામાં રહેવા માટે હોટલ પણ રાખી હતી. જોકે, પત્નીને હોટલમાં એકલી મૂકીને પતિ મોબાઈલ ફોન અને જરૂરી દસ્તાવેજો લઈને ફરાર થઈ ગયો હતો. હવે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
જોકે, પતિ નાસી છૂટ્યા બાદ પત્નીએ સંબંધીનો સંપર્ક કર્યો હતો અને તેમની મદદથી હોટલનું બિલ ચૂકવી સુરતમાં પોતાના ઘરે પહોંચી હતી. સુરત પહોંચ્યા બાદ પત્નીએ તેના પતિ અને સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ રાંદેર પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.