સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી મંડળી સુમુલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે પસંદગી કરવામાં આવી છે. સમયમર્યાદા પૂર્ણ થતાં આજે બંને જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવી છે. સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખને ફરી એકવાર રીપીટ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ગત ચૂંટણીમાં પ્રમુખ પદ માટે આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો.
4200 કરોડના ટર્નઓવર સાથે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીનું નેતૃત્વ કરવા માટે ચેરમેન અને વાઇસ ચેરમેન શાંતિપૂર્ણ રીતે ચૂંટાયા છે. સુમુલ ડેરીની આ સંસ્થા દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે સૌથી મોટો બિઝનેસ ધરાવે છે. સુમુલ ડેરીના ડાયરેક્ટર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ મેળવવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે. આજે સમય મર્યાદા પુરી થતાની સાથે જ આ બંને જગ્યાઓ પર ચેરમેન અને વાઈસ ચેરમેનની પુન: નિમણૂંકો કરવામાં આવી છે. સુમુલ ડેરીના ચેરમેન તરીકે માનસિંહ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે રાજુ પાઠકની વરણી કરવામાં આવી છે.
ગયા વર્ષે સુમુલ ડેરીનો કબજો લેવા માટે સંચાલકો વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન રાજુ પાઠક પર તેમના જ ડિરેક્ટરો દ્વારા કરોડોની ઉચાપતનો આરોપ હતો. સુમુલ ડેરીમાં ગત વખતે માનસિંહ વિરુદ્ધ રાજુ પાઠક જૂથ સક્રિય હતું. જોકે આ બંને ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે. સુમુલ ડેરીના ડિરેક્ટરો માટેની છેલ્લી ચૂંટણી ખૂબ જ રોમાંચક અને વિવાદાસ્પદ બની હતી. જેમાંથી માનસિંહ પટેલ અને રાજુ પાઠકના ગ્રુપમાંથી 12 ડિરેક્ટરોની પસંદગી કરવામાં આવી હતી. બાદમાં માનસિંહ પટેલને ચેરમેન અને રાજુ પાઠકને ચેરમેન બનાવવામાં આવ્યા હતા. આ વખતે 12 ડિરેક્ટરોની સંમતિથી ચેરમેન અને વાઈસ ચેરમેનના નામ રિપીટ કરાયા છે.
સુમુલ ડેરીની કામગીરી માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી. પરંતુ, તાપી જિલ્લો મહારાષ્ટ્ર અને ગોવા સુધી વિસ્તરેલો છે. જેના કારણે તે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા બની રહી છે. આ સહકારી મંડળીમાં નિયુક્ત કરાયેલા તમામ ડિરેક્ટરો ભાજપની સંસ્થા સાથે જોડાયેલા છે. ડેરીનું સમગ્ર સંચાલન ભાજપના મેન્ડેટ પર ચાલતું હોવાની ચર્ચા છે. ફરી આ વર્ષે પણ ભાજપ દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે. ભાજપ તરફથી માનસિંહ પટેલને પ્રમુખ પદ માટે અને રાજુ પાઠકને ઉપપ્રમુખ પદ માટે મેન્ડેટ મળ્યો છે. જેના માટે બંને પદોને લઈને કોઈ વિરોધ થયો ન હતો.