સુરત: સુરતમાં હત્યાની ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે. સામાન્ય બાબાત હોય કે કોઈ મોટું કારણ હત્યાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરતના ગોડાદરા વિસ્તારમાં બની હતી. અહીં લોહીથી લથપથ યુવકની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. આ યુવાની કોઈ ઈસમે રાત્રે હત્યા કરી નાખી હોય તેવી વિગત સમયે આવતા પોલીસે આ મામલે આ યુવાની હત્યા કોને ક્યારે અને ક્યાં કારણે કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે, સુરતમાં સતત હત્યા, હત્યાનો પ્રયાસ અને લૂંટ ચોરી જેવી સતત ઘટના બની રહી છે. ત્યારે આવી ઘટના અટકાવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે ત્યારે આવી ઘટનાઓના સમૂહને લીધે સુરતના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, સવાર પડતાની સાથે હત્યાની ઘટના સમયે આવતી હોય છે ત્યારે આજે સુરતના ગોડાદરા પોલીસ મથકની હદમાં આવેલ નદંન આંગણવાડી ખાતે એક યુવાનની લાશ મળી આવી હતી.
આ લાશ લોહીમાં લથબથ હોવાને લઈને આ યુવાનની રાત્રી દરમિયાન કોઈ એ હત્યા કરી હોવાની જાણકારી સ્થાનિકો લોકોએ પોલીસને આપી હતી. જોકે ઘટનાની જાણકરી મળતા ગોડાદરા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી હતી. જોકે આ યુવાની કોઈ ઈસમે અંગત અદાવતમાં રાત્રી દરમિયાન કરપીણ હત્યા કરી હોવાનું પોલીસ ની તપાસમાં સામે આવી રહ્યું છે.
પોલીસે આ મામલે ગુનો દખલ કરી આ યુવાન કોણ છે અને તેની હત્યા કયારે અને કોને અને ક્યાં કારણોસર કરી છે તે દિશા પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે હત્યાની ઘટના ને લઇને સમગ્ર વિસ્તારમાં હાહાકર સાથે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
પોલીસે આ મામલે હ્યુમન ઇન્ટેલિજન્સ અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ એકઠાં કરવાની શરૂઆત કરી દીધી છે. સંભવત: અન્ય હત્યાઓની જેમ આ કેસમાં પણ પોલીસને સીસીટીવીથી નક્કર કડી મળે તેવી વકી છે. જોકે, આસપાસમાં સીસીટીવીની યોગ્ય ગોઠવણ નહીં હોય તો ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ પર આધાર રહેશે.