સુરતઃ સુરત શહેરમાં જાણે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. રોજે રોજ હત્યા જેવી ઘટનાઓ બનતી રહે છે ત્યારે વધુ એક બેવડી હત્યાની ઘટના બની હતી. ગુરુવારે રાત્રે એક સાથે બે યુવકોની ઘાતકી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બેવડી હત્યાથી પોલીસ પણ દોડતી થઈ હતી. આ બંને યુવાનોની ચાકુનાં 20 જેટલા ઘા માર કરપીણ હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી. ઉધના પોલીસ વિભાગની હદમાં રેલવે ટ્રેક પાસે અજય અને રવિ નામના બે મિત્રોને કોઈ અદાવતમાં રહેંસી નાખવામાં આવ્યા છે.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરતમાં ગુનાખોરી સતત વધી રહી છે ત્યારે સુરત શહેર હવે ક્રાઇમ સિટી બની રહ્યું છે. પોલીસની નિષ્ક્રિયતાને પગલે શહેરમાં સતત હત્યા, હત્યાનો પ્રયાસ લૂંટ બળાત્કાર જેવી ઘટના બની રહી છે ત્યારે ગતરોજ બનેલી ઘટના પગલે ચકચાર મચી જવા પામી છે. સુરતના ઉધના વિસ્તારમાં આમતો ગુનાખોરીનો ગ્રાફ સતત ઉપર જતો હોય છે અહીંયા સામાન્ય બાબતે 15 દિવસમાં બે હત્યા ની ઘટના સામે આવતી હોય છે.
ત્યારે રેલવે ટ્રેક નજીક સરાજાહેર ગળુ કાપી બે યુવાનો 20 જેટલા ઘા મારી હત્યા કરવામાં આવી. હતો જોકે એક સાથે બે યુવાનોનાં ડબલ મર્ડરની ઘટના બનતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી જાવા પામી હતી. જોકે આ બંને યુવાનો મિત્ર હતા. મૃતક યુવકોનું નામ અજય અને રવિ હતું.
હત્યાનાં પગલે પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી જઈને આ મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસને જાણકારી મળી હતી કે અંગત અદાવતમાં મંગલ, ધમો સહીત ત્રણથી ચાર ઇસમોએ મળી હત્યાને અંજામ આપ્યો છે. જોકે એકસાથે બે હત્યા ઘટના બનતા પોલીસે ડબલ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની શોધ ખોળ શરૂ કરી છે.