સુરતમાં વેલંઝાથી નળપારડી જઈ રહેલા પીકઅપ વાહનનું ડ્રાઈવર સાઇડ વ્હીલ ફાટ્યું હતું. પીકઅપ ડિવાઈડર કૂદીને બાઇક ચાલક અને રાહદારીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક સવાર દંપતી અને બે રાહદારીઓ સહિત ચાર લોકોના મોત થયા હતા.
વેલંજા-નવી પારડી રોડ પર કામરેજના અંત્રોલી ગામે હનુમાન દાદાના મંદિર પાસે રવિવારે રાત્રે વેલંજા તરફથી આવતી મહિન્દ્રા બોલેરો પીકઅપ નં (RJ-19-GF-8840)નું વ્હીલ તૂટી ગયું હતું. આ અકસ્માતમાં દંપતી વિપુલ દાનસંગ ગોહિલ (38) અને ગીતાબેન (ઉંમર 37) (બંને રહે. 37, નંદની રો હાઉસ, કુબેરનગર પાસે સીમાડા) અને હીરો પેશન બાઇક સવાર અજય અરજણ એરડા (25) રહે. કમલપાર્ક સોસાયટી માતાવાડી વરાછાનો સમાવેશ થાય છે. કમલ પાર્ક સોસાયટીમાં રહેતા 30 વર્ષીય ભાવેશ લક્ષ્મણ ભરડા અને ત્યાંથી પસાર થતા વૃદ્ધને ટક્કર મારી હતી. અકસ્માતમાં વિપુલ ગોહિલ, ગીતાબેન ગોહિલ, અજય એરડા અને એક વૃદ્ધનું મોત થયું હતું જ્યારે ભાવેશ ભરડાને ઈજા થઈ હતી.
બનાવ બાદ પીકઅપ ચાલક નાસી ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ અંત્રોલીના લોકો અકસ્માતગ્રસ્તોને મદદ કરવા સ્થળ પર દોડી આવ્યા હતા. પીકઅપ અને બાઇક વચ્ચે ફસાયેલા લોકોને 108ની મદદથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ સાથે જ સ્થાનિક લોકોએ પણ પોલીસને અકસ્માતની જાણ કરી હતી.
સુરત જિલ્લાના ડીસીપી બી કે વનારે જણાવ્યું હતું કે, અંત્રોલી વેલંજા પાસે ગઈકાલે રાત્રે પીકઅપનું આગળનું ટાયર ફાટ્યું હતું. ટેમ્પો સીધો ડિવાઈડર તોડીને બાઇક ચાલક અને રાહદારીને અથડાયો હતો. સમગ્ર ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. ભાવેશ ભરડાને ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.