સુરતઃ પતિ પત્ની વચ્ચે ઝગડાઓમાં થતાં રહે છે. ત્યારે ઝગડાઓના ગંભીર પરિણામો પણ આવતા હોય છે. પરંતુ સુરતમાં બનેલા એક કિસ્સાઓમાં પતિ પત્ની વચ્ચે ઝગડો થતાં પત્ની પતિ ઉપર ખુબ જ ખુસ્સે ભરાઈ હતી. અને તેનો બદલો લેવા માટે પત્નીએ પતિના ત્રણ જેટલા નકલી એકાઉન્ટ બનાવીને સોશિયલ મીડિયા ઉપર પતિના બિભત્સ ફોટોગ્રાફ વાયરલ કરી દીધા હતા. જોકે, આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
સુરતના ભટાર રોડ પર રહેતા અને રિંગરોડ ખાતે માર્કેટમાં કાપડનો ધંધો કરતા 30 વર્ષીય વેપારીના બિભત્સ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ મામલે એક મહિલાની ધરપકડ કરી હતી. જોકે, આ મહિલાએ ત્રણ જેટલા અલગ અલગ ફેક આઈડી બાનાવી આ યુવાનના ફોટા સોશિયલ મીડિયામાં આપલોડ કરી તેને બદનામ કરવાનું કામ કરતી હતી.
પોલીસે આ મહિલાની ધરપકડ કરીને પૂછપરછ કરતા તેની વાત સાંભળીને એક સમયે પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ મહિલા અન્ય કોઈ નહિં પણ આ વેપારીની M.A.ભણેલી 29 વર્ષીય પત્ની રિંકુ ખત્રી જ આરોપી નીકળી હતી. 3 વર્ષ પહેલા વેપારીની પત્ની રિંકુનો પતિ જોડે ઝઘડો ચાલતો હતો. જેના કારણે પિયરમાં ચાલી ગઈ હતી. વાત છૂટાછેડા સુધી પહોંચતા પત્નીએ ગુસ્સો કાઢવા મોબાઇલથી સોશિયલ મીડિયા પર 3 બોગસ એકાઉન્ટ બનાવી પતિના બિભત્સ ફોટોગ્રાફ સાથે મેસેજ લખી પતિને સેન્ડ કર્યા હતા.
વેપારી જોડે રિંકુના લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા પણ અણબનાવને કારણે ઝઘડો થતો હતો. જેના કારણે પત્ની 3 વર્ષથી પિયરમાં રહે છે. વેપારીની પત્ની એટલી ચાલાક હતી કે, તેણે ત્રણેય બોગસ એકાઉન્ટો બીજાના નામે બનાવ્યા હતા. જેમાં રાજા નામથી એકાઉન્ટ બનાવી પતિના ફોટોગ્રાફ અને મેસેજ ખુદ પતિને મોકલ્યા હતા. એવી જ રીતે દિક્ષીત અને હિતાંશ નામથી બોગસ એકાઉન્ટ બનાવી મેસેજ અને ફોટોગ્રાફ વેપારીને મોકલ્યા હતા.
બિભત્સ ફોટોગ્રાફ વેપારીને મોકલી તેને સોશિયલ મીડિયા પર મોકલી દેવાની ધમકી પણ આપી હતી. જેથી વેપારી બદનામ થઈ જાય તે માટે વધારે ગભરાતો હતો. આથી તેણે પોલીસની મદદ લીધી હતી.જોકે સમગ્ર મામલો સામે આવતા પોલીસે સાથે આ મહિલાનો પતિ પણ એક સમય માટે ચોકી ઉઠિયો હતો જોકે પોલીસે આ મામલે મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.