Jioનો 1559 રૂપિયાનો રિચાર્જ પ્લાન:
આ પ્લાનની વેલિડિટી કુલ 336 દિવસની છે.પ્લાનમાં તમને ઇન્ટરનેટ વપરાશ માટે કુલ 24GB ડેટા મળશે.આ પ્રીપેડ રિચાર્જ પ્લાનની કિંમત 1559 રૂપિયા છે.આમાં તમને અનલિમિટેડ કોલિંગ સાથે 3600 SMSની સુવિધા પણ મળી રહી છે.
395 રૂપિયાનો Jio રિચાર્જ પ્લાન:
જો તમારા ઘરમાં WiFi છે અને તમને વધારે ડેટાની જરૂર નથી તો આ પ્લાન ખાસ તમારા માટે છે. Jioના આ પ્રીપેડ રિચાર્જ પ્લાનની કિંમત 395 રૂપિયા છે. આ પ્લાનને રિચાર્જ કરવા પર તમને કુલ 84 દિવસની વેલિડિટી મળશે.
આ ઉપરાંત તમને ઇન્ટરનેટ ઉપયોગ માટે કુલ 6GB ડેટા પણ મળશે. પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળી રહ્યો છે. આ સિવાય 1000 SMS અને અન્ય Jio એપ્સનું સબસ્ક્રિપ્શન પણ મળશે.
Jioનો 155 રૂપિયાનો રિચાર્જ પ્લાન:
Jioના આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાનમાં ઇન્ટરનેટ વપરાશ માટે કુલ 2GB ડેટા ઉપલબ્ધ છે. આ પ્રીપેડ પ્લાનને રિચાર્જ કરવા પર તમને અનલિમિટેડ કોલિંગની સાથે 300 SMSની સુવિધા પણ મળી રહી છે.