નિસાન તેની સસ્તી કાર માટે જાણીતી છે. તાજેતરમાં નિસાન મોટર ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2022-23ના આંકડા જાહેર કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ વર્ષે તેમણે કુલ 94,219 યુનિટનું જથ્થાબંધ વેચાણ કર્યું છે.
કંપનીના ડેટા અનુસાર, નિસાન મેગ્નાઈટે વેચાણમાં રેકોર્ડ બનાવ્યો છે.
એક લાખ બુકિંગથી સૌને ચોંકાવી દીધા
નિસાન મેગ્નાઈટને ભારતના સ્થાનિક બજાર અને નિકાસ બજારમાં એક લાખથી વધુ બુકિંગ મળ્યા છે. તે B-SUV સેગમેન્ટમાં પસંદગીની SUV તરીકે ઉભરી આવી છે. તે જાપાનમાં ડિઝાઇન કરવામાં આવી છે અને ભારતમાં સ્થાનિક અને નિકાસ બજારો માટે તેનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.
કારને પાંચ ટ્રિમ અને આઠ કલર ઓપ્શન મળે છે
નિસાન મેગ્નાઈટ બજારમાં 8 રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. આ 5 સીટર કારમાં 1 લીટર પેટ્રોલ એન્જિન છે. જે 72 PS પાવર કેપેસિટી અને 96 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. કંપની આ મોડલમાં 1 લીટર ટર્બો પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ આપે છે. આ પાવરફુલ એન્જિન 100 PS પાવર અને 160 Nm ટોર્ક જનરેટ કરે છે. આ કાર માર્કેટમાં 6 લાખ રૂપિયાથી 10.94 લાખ રૂપિયા એક્સ-શોરૂમની પ્રારંભિક કિંમત સાથે ઉપલબ્ધ છે. તે પાંચ ટ્રીમ્સમાં આવે છે.