આપ આ સમાચાર સાંભળી ને ચોકી જશો કે દુનિયાભરનાં એન્ડ્રોઈડ ડિવાઈસીસ પર ગૂલીગન નામનાં એક માલવેર (Virus) થી અટેક થયો છે. વાયરસ એન્ડ્રોઈડ ફોન્સમાં હાજર ગૂગલ અકાઉન્ટનો ડેટા ચોરી રહ્યો છે. તેનો સૌથી વધારે પ્રભાવ એન્ડ્રોઈડ ૪.0 અને ૫.0 ઓપરેટીંગ સિસ્ટમનાં યૂઝર્સ પર પડી રહ્યો છે.
ગૂલીગન ન માત્ર યૂઝર્સનાં ઈ-મેઈલ અને અથેન્ટીકેશન ડેટાને ચોરી શકે છે પરંતુ તેમાં રહેલ મહત્વપૂર્ણ અને સિક્રેટ જાણકારીઓ પર પણ અટેક કરી શકે છે.
આ વાયરસ ગૂગલ પ્લે સ્ટોર દ્વારા પણ ફેલાઈ રહ્યો છે, તેથી પ્લે સ્ટોરથી એપ ડાઉનલોડ કરતા અને અપડેટ કરતા સમયે તમારે અલર્ટ રહેવાની જરૂર છે.
અત્યાર સુધી વાયરસનાં લીધે દસ લાખથી વધારે અકાઉન્ટ પ્રભાવિત થઇ ચુક્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. રિપોર્ટ્સ અનુસાર આ માલવેર દરરોજ ૧૩,૦૦૦ ડિવાઈસીસને પોતાનો શિકાર બનાવી રહ્યું છે.
આ માલવેર ગૂગલ પ્લે, જીમેલ, ગૂગલ ફોટોઝ, ગૂગલ ડોક્સ, જી સૂટ અને ગૂગલ ડ્રાઈવ જેવી એપ્સને પોતાનો નિશાનો બનાવી ચુક્યો છે. જો તમારા ડિવાઈસમાં માલવેર આવી ગયો છે, તો તમારા સંપૂર્ણ ફોન પર તે કન્ટ્રોલ કરી લેશે.
ગૂલીગનની અસર એન્ડ્રોઈડ જેલી બિન, કિટકેટ અને લોલીપોપ વર્ઝન પર થઇ રહી છે.
તમારું અકાઉન્ટ ગૂલીગન વાયરસથી પ્રભાવિત થઇ છે કે નહી, આ જાણવા માટે તમારે નીચે આપવામાં આવેલ લીંક પર ક્લિક કરીને જાણકરી મેળવી શકો છો. આ URL પર જેવા જ તમે તમારું જીમેલ અકાઉન્ટ આઈડી ટાઈપ કરીને ચેક બટન દબાવશો. તો તમને જણાવશે કે તમારું અકાઉન્ટ માલવેરથી પ્રભાવિત થયું છે કે નહીં.
જો તમારું અકાઉન્ટ ચેક કર્યા બાદ તમને ખબર પડી જશે કે, તમારું અકાઉન્ટ વાયરસથી પ્રભાવિત છે તો નીચે પ્રમાણેનાં સ્ટેપ્સ ફોલોવ કરો… તમારે તમારો એન્ડ્રોઈડ મોબાઈલ ફોરમેટ કરવાનો રહેશે. મોબાઈલની ભાષામાં તેણે ફ્લેશિંગ કહે છે. એટલે કે, નવેસરથી ઓપરેટીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી. તેના માટે તમારે સર્ટીફાઈડ ટેકનીશીયનની મદદ લેવી પડશે. તમારા ગૂગલ અકાઉન્ટનો પાસવર્ડ તરત જ બદલી નાખો અને
ગૂગલ પ્લેસ સ્ટોર પરથી કોઈ પણ એપ ડાઉનલોડ કરતા પહેલા સતર્ક થઇ જાઓ, જેના લીધે ગૂલીગન વાયરસ તમારા મોબાઈલમાં બીજી વખત પહોંચી જશે. તેથી જ એવી એપ્સને ભૂલથી પણ ઇન્સ્ટોલ ન કરો.આટલી વાત નું ધ્યાન રાખશો તો આપ મુશ્કેલી થી બચી શકો છો.