ભારતમાં વિકસિત ઓછા અંતર પરમાણુ હથિયારને લઇ જવા સક્ષમ અગ્નિ -1 બેલાસ્ટિક મિસાઇલનું મંગળવારે ઓરિસ્સાના દરિયા કિનારે અાવેલ અબ્દુલ કલામ ટાપુ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.અગ્નિ -1 બેલાસ્ટિક મિસાઇલની માર્ક ક્ષમતા 700 કિ.મી. છે.
તાજેતરમાં 5000 કિલોમીટરથી વધુ અંતર સુધી લક્ષ્યાંકને લક્ષમાં રાખીને અગ્નિ -5 ની ઓરિસ્સાના કિનારાથી દૂર વ્હેલર ટાપુથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.
અેન્ટી બેલાસ્ટિક મિસાઇલ સિસ્ટમ્સ વિરુદ્ધ પણ કાર્ય કરવા સક્ષમ છે.પરમાણુ ક્ષમતા સાથે આ મિસાઇલની રેન્જમાં સંપૂર્ણ ચીન અને પાકિસ્તાન આવી જશે.રક્ષામંત્રી સિતારામને અગ્નિ -5 ના સફળ પરીક્ષણો માટે ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી.
અગ્નિ -5 અગ્નિ સીરીઝની મિસાઇલ છે જેને ડીઆરડીઓએ વિકસિત કરી છે.પૃથ્વી અને ધનુષ જેવા ઓછા અંતરથી માર કરવા સક્ષમ મિસાઇલો સિવાય ભારત પાસે અગ્નિ -1, અગ્નિ -2 અને અગ્નિ -3 મિસાઇલો છે.આને પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે.અગ્નિ -4 અને અગ્નિ -5 મિસાઇલોને ચીનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.